રાજયમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવા સીએમે વીડીયો કોન્ફરન્સ સંબોધી જળ સંચયના કામો માટે ફાળવેલ 50-50 લાખની ગ્રાન્ટનો ઉપયોગ નિશ્ર્ચિત કરવા જિલ્લા પ્રશાસનને તાકીદ
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા માટે અત્યારથી જ આક્રમક આયોજન હાથ ધર્યું છે. રાજ્યમાં ’જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ આગોતરા આયોજન પૂર્ણ કરી જળસંચયના કામોને વેગ આપવામાં આવે, જેથી વરસાદી પાણીનો ટીપેટીપાનો સંગ્રહ કરી શકાય.
મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’કેચ ધ રેઈન’ અભિયાનને સફળ બનાવવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ પરંપરા જળવાઈ રહેવી જોઈએ. આ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને રૂ.553 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી કે આ ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ માર્ચ 2026 પહેલા પૂર્ણ કરી લેવામાં આવે. આ સાથે જ દરેક ધારાસભ્યને જળસંચયના કામો માટે ફાળવવામાં આવેલી રૂ.50 લાખની ખાસ ગ્રાન્ટનો પણ સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યા હતા.
આ બેઠકમાં દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગુજરાતની જળસંચયની કામગીરીને સમગ્ર દેશ માટે ’રોલ મોડલ’ ગણાવી હતી. તેમણે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, જૂના બોરવેલ રિચાર્જ કરવા માટે થતા ખર્ચના 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે, જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને મળશે. મંત્રીએ ઉમેર્યું કે દેશભરમાં 31 મે, 2026 સુધીમાં 1 કરોડથી વધુ વોટર હાર્વેસ્િંટગ સ્ટ્રક્ચર બનાવવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતનું યોગદાન નિર્ણાયક રહેશે.
જળસંચયના કામોને પ્રોત્સાહન