ચાલુ ફેબ્રુઆરી એટલે કે હજુ શિયાળો અને ફેબ્રુઆરીમાં તા.15 સુધી ઠંડી ચાલુ રહે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી આશ્ર્ચર્યજનક રીતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સવારની સાથે બપોરનું તાપમાન પણ સતત ઉંચકાવા લાગ્યું છે. હવામાન વિભાગ જણાવે છે કે, આ વેર્સ્ટન ડિસ્ટબ્રન્સની અસર છે અને હજુ ચારેક દિવસ આવું હવામાન રહેશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 34.3 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન 35.5 ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત અમરેલીમાં 32.3, વડોદરામાં 31.8, ભુજમાં 32.4, દમણમાં 32.8, ડાંગમાં 34.4, ડિસામાં 31.4, દિવમાં 31 તથા નલિયામાં 32 અને પોરબંદરમાં 32.4 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જ્યારે આજે સવારે રાજકોટમાં 17.8, પોરબંદરમાં 14.3, સુરતમાં 19, વેરાવળમાં 19.2 અને ઓખામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
તેમજ આજે સવારે અમદાવાદમાં 18.8, અમરેલીમાં 16.2, વડોદરામાં 18 તથા ભાવનગરમાં 18.8, ભુજમાં 17.2, દમણમાં 18.8, ડિસામાં 16.3, દિવમાં 17.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આમ આજે સવારે પણ ઠંડી સંપૂર્ણપણે ગાયબ રહેવા પામી હતી અને હુંફાળુ વાતાવરણ રહ્યું હતું.