Jai Hind

નાગરિકોની ફરીયાદોનું ઝડપી નિવારણ લાવવા… રાજ્યમાં દરેક જિલ્લા પોલીસની કામગીરીનું સિનિયર આઇપીએસ મોનિટરીંગ કરશે દર મહિને બે વિઝિટ ફરજીયાત

સમગ્ર રાજ્યમાં જિલ્લા પોલીસની કામગીરીનાં મોનેટરિંગ માટે સિનિયર ઈંઙજ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી સ્થિતિ અંગે સીધો ગૃહવિભાગ અને ઉૠઙ ને રિપોર્ટ આપશે.
રાજ્યમાં નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જિલ્લા પોલીસની કામગીરીનું મોનિટરિંગ સિનિયર ઈંઙજ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. સિનિયર અધિકારીઓ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરશે. આ હેઠળ દરેક જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જિલ્લાની સ્થિતિ અંગે સીધો ગૃહ વિભાગ અને ઉૠઙ ને રિપોર્ટ સોંપશે. અનુભવી અધિકારીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જઙ કચેરીઓ પર 23 સિનિયર ઈંઙજ અધિકારી મોનિટરિંગ કરશે. જિલ્લામાં દરેક મહિને 2 દિવસ સિનિયર ઈંઙજ વિઝિટ કરશે. સિનિયર ઈંઙજ અધિકારી પોલીસ સ્ટેશનની પણ વિઝિટ કરશે. ઉપરાંત, અરજીઓ, અરજદારો સાથે મુલાકાત, દફતરે કરેલ અરજીઓની ચકાસણી પણ તેમના દ્વારા કરવામાં આવશે.