Jai Hind

દીવમાં ત્રીપલ આઈ.ટી વડોદરા, દીવ સંસ્થા દ્વારા દસ દિવસના ખેલ મહાકુંભનો પ્રારંંભ

દીવમાં ત્રીપલ આઈ.ટી વડોદરા,દીવ દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો. જેમાં માર્ચ પાસ્ટ, મશાલ પ્રજવલિત, આતશબાજી, ખેલ પ્રતિજ્ઞા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય મહેમાનોએ ખેલના મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું આ ઓલિમ્પિક ખેલ દસ દિવસ ચાલશે જેની પૂર્ણાક્રુતિ તા.15 ફેબ્રુઆરી છે. આજના આ પ્રસંગે મુખ્ય મહેમાન એ.પી.ઈ.ઓ નાનજી જેઠવા અને ત્રીપલ આઈ.ટી ના ઈન્ચાર્જ પ્રો ડો. વિકાસ અને સંસ્થાના અન્ય પ્રોફેસરો અને દરેક વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.