Jai Hind

SIRમાં ફોર્મ-7ના ગેરઉપયોગ મુદ્દે કોડીનાર મુસ્લિમ સમાજ લાલઘૂમ

કોડીનારના મતદારોમાં રોષ ખોટી અરજી કરનારા 47 તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી

ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (જઈંછ) કામગીરી અંતર્ગત કોડીનાર તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટો વિવાદ સામે આવ્યો છે અહીં મતદાર યાદીમાંથી મુસ્લિમ સમાજના નામો કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ 7 ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના લઘુમતી સમાજના લોકોએ આજરોજ કોડીનાર પોલીસ સ્ટેશન માં પી આઈ વણારકા ને રૂબરૂ પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી જેમાં 400 જેટલી અરજી કરવામાં આવી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે આક્ષેપ મુજબ જે વ્યક્તિઓ હયાત છે સ્થળાંતર કર્યું નથી અને ગામમાં જ વસવાટ કરે છે, તેમજ ખાતેદાર ખેડૂત હોવા છતાં, તેમના નામ સામે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ખોટા વાંધા રજૂ કરીને ફોર્મ 7 ભરવામાં આવ્યા છે કોડીનાર તાલુકા ના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6722 થી મતદારોના નામ સામે આ પ્રકારે ખોટા ફોર્મ 7 રજૂ કરાયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું કે, આ કૌભાંડ દ્વારા મુસ્લિમ સમાજને મતદાનથી વંચિત રાખી તેમના બંધારણીય હક છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોડીનાર મુસ્લિમ સમાજના આગેવાનોએ કોડીનાર પોલીસ ઇન્સ્ફેક્ટર વણારકા ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે ભરવામાં આવેલા તમામ ફોર્મ 7ની સઘન ખરાઈ કરવામાં આવે જે લોકો વાસ્તવિક રીતે હયાત હોય અને સ્થળાંતર ન કર્યું હોય તેવા નામો મતદાર યાદીમાંથી કમી ન કરવામાં આવે. આ ઉપરાંત, ખોટા ફોર્મ 7 ભરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે નોંધનીય છે કે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 47 લોકો લોકોએ આ પ્રકારે ખોટી રીતે ફોર્મ 7 ભરવામાં આવ્યા છે આ અંગે આવેદનપત્રો પણ આપયા અને રોષ વ્યક્ત કર્યો છે ગ્રામજનોએ તંત્ર દ્વારા આ ખોટી રીતે ફોર્મ ભરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ દોહરાવી છે.