બીએપીએસના પૂજ્ય અપૂર્વ સ્વામી પ્રવચન આપશે
કેબિનેટ મંત્રી બાવળીયા ધારાસભ્ય પાડલીયા સહિતના આગેવાનો હાજર રહેશે. પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત આગેવાન સ્વ. બળવંતભાઈ મણવર સ્થાપિત સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલનો તારીખ 12 ફેબ્રુઆરીના ગુરુવારે તેજસ્વી તારલાઓનું સન્માન શપથ સમારોહ સેરેમની નર્સિંગ સ્કૂલ નો લેમ્પ લાઇટિંગ કાર્યક્રમ નિવૃત્ત કર્મચારીઓને વિદાય સમારોહ વાલીસંમેલન સંસ્થાનો વાર્ષિક મહોત્સવ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સવિતાબેન મણવર ઉપસ્થિત રહેશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જ્યારે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રી રવિભાઈ માકડીયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સીણોજીયા ડુમિયાણી ના આગેવાન ગજેન્દ્રભાઈ કોઠઙીયા ઉપસ્થિત રહેશે તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી રાજકીય સામાજિક ધાર્મિક શૈક્ષણિક સેવાકીય આગેવાનો ગામડાના સરપંચો જિલ્લાના સહકારી આગેવાનો પત્રકારો અને સંસ્થામાં અભ્યાસ કરતા 3000 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન ખાનપરા ટ્રસ્ટી સંજયભાઈ ખાનપરા ના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ આશ્રમ પરિવારના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.