વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનન્ો સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સન્ો અર્થતંત્રની બ્ોેકબોન ગણાવી છે. ત્ોમણે આપ્ોલા ડિજિટલ ભારતના સંકલ્પન્ો ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારની દિૃશામાં ગુજરાત સરકારે એક મહત્વપ્ાૂર્ણ કદૃમ ભર્યુ છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પ્ોસ્ોકસની સબસિડીયરી સ્ટારિંલગ સ્ોટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) કર્યા છે.
વડાપ્રધાન્ો આપ્ોલા ડિજિટલ ભારતના સંકલ્પન્ો સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કન્ોકિટીવિટી મિશન અન્ો સ્ટ્રેેટેજિક ઇનિશિએટિવ્ઝન્ો સંગીન કરવાની નવી દિૃશા મળશે
આ એલઓઆઇન્ો પરિણામે રાજ્યમાં ડિજિટલ કન્ોક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અન્ો ઓછી ટેલિકોમ સુવિધા અન્ો ન્ોટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સ્ોટેલાઇટ આધારિત ઇન્ટરન્ોટ કન્ોક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ એલઓઆઇ અન્વયે પાયલોટ પ્રોજેકટમાં કોમન સર્વિસ સ્ોન્ટર્સ (સીએસસી), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોન્ો જોડવાનું આયોજન છે.
નર્મદૃા અને દૃાહોદૃ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીકટમાં ડિજિટલ ઇન્કલુઝન માટે મહત્વપ્ાૂર્ણ કદૃમ બનશે. અન્ો આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટિંરગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબ્ાૂત કન્ોક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અન્ો સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ એલઓઆઇનું અમલીકરણ થવાથી સુનિશ્ર્ચિત થશે.
આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કન્ોક્ટિવિટી ત્ોમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (પીએસસી) આરોગ્ય સુખાકારીની સ્ોવાઓ અન્ો ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અન્ો ઝડપથી ઉપલબ્ધ થશે. શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપ્ોસિટી બિલ્ડીંગ માટેના સંયુકત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે.