Jai Hind

અમદૃાવાદ એરપોર્ટ પર દૃુબઇથી આવેલા શખ્સ પાસેથી ૯૬ લાખનું સોનું ઝડપાયું

સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને અંડરવેરમાં છુપાવ્યું હતું

કસ્ટમ્સ વિભાગ્ો અમદૃાવાદૃ એરપોર્ટ પર દૃુબઇથી આવેલા એક શખ્સ પાસ્ોથી કુલ ૯૬ લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખ્સ્ો દૃાણચોરી માટે ચાલાકીપ્ાૂર્વક ત્ોના અન્ડરવેરમાં ૪૫ લાખની િંકમતનું સોનું પ્ોસ્ટ સ્વરૂપ્ો છુપાવ્યું હતું. જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દૃેખાતું હતું પરંતુ કસ્ટમ્સ વિભાગન્ો એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદૃ હિલચાલના આધારે ત્ોની તપાસ કરતાં આ અનોખી મોડલ ઓપરેન્ડીનો પર્દૃાફાશ થયો હતો અન્ો અધિકારી પણ સોનાન્ો છુપાવવાની આ પધ્ધતિ અને સંપ્ાૂર્ણ સોનાનું અંડરવેર જોઇન્ો દૃંગ રહી ગયા હતા. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ એ સોનાની દૃાણચોરીના એક રેકેટનો પર્દૃાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દૃુબઇથી સ્પાઇસજેટની ફલાઇટ નંબર એસજી-૦૧૬થી અમદૃાવાદૃ પહોંચેલા એક શખ્સન્ો અટકાવીન્ો તપાસ હાથ ધરી હતી. અધિકારીઓની તપાસ દૃરમિયાન શખ્સ પાસ્ોથી ૨૪ કેરેટ શુધ્ધતાની બ્ો સોનાની લગડીઓ અને એક કાપ્ોલી લગડી મળી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા ૩૨૪.૧૪૦ ગ્રામ સોનાની અંદૃાજિત બજાર િંકમત ૫૧,૭૩,૨૭૪ જેટલી થાય છે.