Jai Hind

રાજયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પૂર્વે આવતા માસમાં મનપા-જિ.પં.માં વહીવટદારનું શાસન

તા.10 માર્ચથી ચૂંટાયેલી પાંખોની કામગીરી પુરી થશે: જો કે ચૂંટણીનું શેડયુલ જઈંછની કામગીરી પર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓની આંતરિક તૈયારીઓ શરૂ થઈ છે. રાજયની રાજકોટ-અમદાવાદ સહિતની 7 મહાપાલિકાઓની મુદત તા.10 માર્ચના રોજ પુરી થઈ રહી છે અને ત્યાં હવે સિનીયર આઈએએસ અધિકારીઓને વહીવટદાર તરીકે ફરજ સોંપાશે અને જે તે મ્યુનીસીપલ કમીશ્નર તેમને રીપોર્ટ કરશે. નવી નવ મહાપાલિકાઓમાં પણ હાલ કમીશ્નર છે તેમાં કોઈ ફેરફાર શકય છે. આમ બજેટ રજુ થયા બાદ રાજય સરકાર ચુંટણી પુર્વે વહીવટ પ્રક્રિયા પુરી કરવામાં વ્યસ્ત હશે તો તમામ મહાપાલિકા-જીલ્લા પંચાયતોને તા.15 માર્ચ સુધીમાં તેઓના જે વિકાસ કાર્યો છે તેની મંજુરી સાથે ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ કરવા જણાવશે જેથી આચારસંહિતા જાહેર થાય તો પણ વિકાસ કામો અટકે નહી. માર્ચ માસ પુર્વે ગત બજેટમાં ફાળવાયેલી ગ્રાન્ટોનો પણ પુરેપુરો ઉપયોગ થઈ જાય તે જોવા જણાવાયુ છે. જીલ્લા આયોજન મંડળની મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમીટી તમામને આ માટે ખાસ સૂચના અપાઈ છે તો જે ગ્રાન્ટ વપરાઈ શકે તેમ નથી તેનો ઉપયોગ નવા વર્ષના બજેટમાં થાય તે પ્રકારનું આયોજન કરવા સૂચના છે. સરકારે તો ચુંટણી પુર્વે તેની તમામ તૈયારીઓ પુરી કરી છે પણ હજું રાજયભરમાં ‘સર’ પ્રક્રિયા જે અંતિમ તબકકામાં છે તેના પર નજર છે. રાજયની 57 મહાપાલિકામાં
80 નગરપાલિકા અને 71 જીલ્લા પંચાયત તથા 180થી વધુ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન આવશે પણ હજું અનામત બેઠકોનું પુન: નિર્માણ તમામ સ્થાનિક સંસ્થાઓમાં પુરુ થયુ નથી. 27% ઓબીસી અનામતના સંબંધમાં ખાસ કરીને નવી મહાપાલિકામાં હાલ જયાં કામ બાકી છે પણ ‘સર’ની કામગીરી બાદ 17 ફેબ્રુઆરીના સુધારેલી અંતિમ મતદાર યાદી થશે પણ તે સાથે પરિક્ષાનો સમય પણ શરૂ થઈ જશે જે એપ્રિલ સુધી ચાલશે. ચુંટણી પંચે તા.9 માર્ચના રોજ તમામ જીલ્લા કલેકટરો- મહાપાલિકાના કમીશ્નરો સાથે બેઠક યોજી છે. જેમાં ચુંટણીના સંભવિત સમયપત્રક સહિતની ચર્ચા થશે.આમ ચુંટણી છેક એપ્રિલના અંત કે મે ના પ્રથમ પખવાડીયામાં યોજાશે. ખાસ કરીને ‘સર’ની કામગીરી કઈ રીતે પુરી થાય છે તેના પર નજર છે તે પછી જ રાજય ચુંટણી પંચ કોઈ ચિત્ર સ્પષ્ટ કરશે.