Jai Hind

આવતીકાલથી ફરીથી બેંકોની હડતાળ, ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

નવા લેબર કોડ આવવાથી યુનિયનો દ્વારા હડતાળ મુશ્કેલ બનશે

ગુજરાત સહિત દૃેશભરમાં ફરી બેંક કર્મચારીઓ સહિત ટ્રેડ યુનિયનો આગામી ૧૨ ફેબ્રુઆરીએ હડતાળ પર જઈ રહૃાા છે. અલગ અલગ ટ્રેડ યુનિયનની હડતાળમાં ગુજરાતના ૨૫ હજાર બેંક કર્મચારીઓ જોડાશે. બેક્ધોની હડતાળના પગલે ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા છે. ૧૨મીએ હડતાળ પહેલા ૧૧ ફેબ્રુઆરીએ આશ્રમ રોડ પર બેક્ધ એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયનનો રેલી યોજી વિરોધ પ્રદૃર્શન કરશે. ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC એ ૧૨ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા હાલના ૨૯ શ્રમ કાયદૃાઓને બદૃલે ૪ નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.
યુનિયનોનું માનવું છે કે નવા લેબર કોડ હેઠળ, મહેનતથી મેળવેલા અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. યુનિયન શરૂ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે. તેવી જ રીતે યુવાનો માટે વધુ રોજગારી ઊભી કરવાને બદૃલે, ફિસ્ક્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકે છે. અત્યારે બેંક કર્મચારીઓ ૫ દિૃવસની બેિંક્ધગ માંગ કરી રહૃાા છે જ્યારે બેક્ધ સંચાલકો કામના કલાકો વધારવા માટે પ્રસ્તાવ મૂકી રહૃાા છે.
નવા લેબર કોડ આવવાથી યુનિયનો દ્વારા હડતાળ મુશ્કેલ બનશે, માલિકો નવા શ્રમ કાયદૃા મુજબ કર્મચારીઓને મન ફાવે તેમ છૂટા કરી શકશે. માલિકોને તાળાબંધી અને છટણી કરવાની સત્તા મળશે જેનાથી કામદૃારોનું વધુ શોષણ થશે. બેિંક્ધગ ઉદ્યોગમાં ૈંડ્ઢમ્ૈં બેંક વેચવાના પ્રયાસો, આપણી ખાનગી બેંકોને રોકાણકારોને વેચવાના પ્રયાસો, રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવાના પ્રયાસો થઈ રહૃાા છે. આ તમામ કારણોને લઈને ૧૦ ટ્રેડ યુનિયન ૧૨મીએ હડતાળ પર જઈ રહૃાું છે અને નવા લેબર કોડનો વિરોધ કરી રહૃાું છે.