Jai Hind

સરકાર ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે, રાજ્યના ખેડૂતોન્ો ત્ોમની પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે ત્ો માટે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના માર્ગદૃર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અન્ો રાઇની ટેકાના ભાવે ખરીદૃી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૩થી પાંચ માર્ચ સુધી ખેડૂતો ઇ-ગ્રામ કેન્દ્રો અન્ો સમૃધ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણી કરાવી શકશે:વાઘાણી

મંત્રીએ વધુ માહિતી આપતા કહૃાું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદૃાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ચણા અને રાઇ પાકોની ટેકાના ભાવે ખરીદૃી હાથ ધરાશે.
કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદૃનન્ો ધ્યાન્ો રાખીન્ો ખેડૂતો પાસ્ોથી પ્ાૂરતા પ્રમાણમાં ખરીદૃી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પાકોની ટેકાના ભાવે ખરીદૃી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા.૧૩ ફેબ્રુ.થી ૦૫ માર્ચ, ૨૦૨૬ દૃરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાત્ોથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા ‘ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. વીસીઈ દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રવિ પાકોનું વાવેતર થાય ત્ો અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર ચણા માટે રૂા.૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ (રૂા.૧,૧૭૫ પ્રતિ મણ) અને રાઇ માટે રૂા.૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂા.૧,૨૪૦ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.