વિધાનસભાના ઉપાઘ્યક્ષની ઉમેદવારી કરવા આજથી પ્રારંભ
આગામી તા.18થી પ્રારંભ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પુર્વે ગૃહના નવા ઉપાધ્યક્ષની ચૂંટણી તા.16ના રોજ યોજાશે. આજે વિધાનસભા સચીવાલય દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં આવતીકાલ બપોર 12 વાગ્યા સુધીમાં ‘નામ’નો પ્રસ્તાવ આપવાનો રહેશે. આ માટે નિયત ફોર્મમાં ગૃહના કોઈ સભ્ય આ પ્રસ્તાવ આપવાનો રહેશે. ગૃહના સભ્ય ખુદના નામનો પ્રસ્તાવ કરી શકશે નથી પણ જેના નામનો પ્રસ્તાવ કરતા હશે. તેમની આ પદ માટે સંમતી છે. તે પત્ર જે તે સભ્યનો રજુ કરવાનો રહેશે. જેમાં તેમાં ગૃહનાં ઉપાધ્યક્ષ તરીકે ચુંટાય તો કામ કરવા આતુર છે તે સહી સાથે દર્શાવવાનું રહેશે. કોઈ સભ્ય તેવા ખુદના નામથી દરખાસ્ત કરી શકતા નથી અથવા ખુદના નામની દરખાસ્તને તે ટેકો પણ આપી શકતા નથી. આ પ્રકારે જો કોઈ દરખાસ્ત આવશે તો તે રદ ગણાશે.
કોઈ સભ્ય એક કરતા વધુ નામની દરખાસ્ત કરી શકતા નથી. ઉપાધ્યક્ષ પદ માટે એકથી વધુ નામ આવે તો ચુંટણી યોજાશે અને તેમાં દરેક ધારાસભ્યને એક મતનો અધિકાર છે.
ભાજપના સભ્ય જેઠાભાઈ ભરવાડે ગત ડિસેમ્બરમાં રાજીનામુ આપતા ગૃહનું ઉપાધ્યક્ષપદ ખાલી પડયું હતું અને તેના સાથે કાલે ભાજપમાંથી જ એક નામની દરખાસ્ત થશે. સામાન્ય રીતે વિધાનસભાનું ઉપાધ્યક્ષપદ વિપક્ષને મળે છે. પરંતુ લાંબા સ્થળથી જે પરંપરાનું પાલન થતુ નથી. હાલમાં જ કોંગ્રેસ પક્ષે આ માંગ કરી હતી.
જો કે ભાજપ તે સ્વીકારશે નહી તે ચોકકસ છે તેથી કોંગ્રેસ જે હાલ 11 સભ્યો ધરાવે છે તે ‘ટોકન’ ફાઈટ આપવા ઉમેદવારી કરશે કે કેમ તેના પર નજર છે.