Jai Hind

ગીફટ સીટીમાં ડેવલોપરનું લાયસન્સ રદ કર્યા બાદ બુકીંગ કરાવનારાઓને કામગીરીની પરવાનગી

ટાવર બી અને સી માટે રસ્તાઓ મોકળા કરી દેવાયા: રોકાણકારોને અધુરો પ્રોજેકટ પૂર્ણ કરવાની મંજુરીનો પ્રથમ કિસ્સો

ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે લાંબા સમયથી અટકેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ઠઝઈ) પ્રોજેક્ટને લઈને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી કમિટીએ ટાવર ઇ અને ઈનું અધૂરૂ કામ પૂર્ણ કરવાની જવાબદારી હવે રોકાણકારોના સંગઠન એટલે કે ‘એસોસિએશન ઓફ અલોટીઝ’ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે જ્યાં કોઈ અટકેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અલોટીઝના સંગઠનને આ રીતે જવાબદારી સોંપવામાં આવી હોય.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પ્રોજેક્ટ હેઠળ કુલ ચાર ટાવર બનાવવાનું આયોજન હતું, જેમાંથી ટાવર અ અને ઉ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્યાં પઝેશન પણ આપી દેવામાં આવ્યું છે. જોકે, ટાવર ઇ અને ઈનું કામ લાંબા સમયથી ખોરંભે પડ્યું હતું. માર્ચ 2024ના રેરા (છઊછઅ) રિપોર્ટ મુજબ, ટાવર ઇનું 79 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે ટાવર ઈનું કામ માત્ર 29 ટકા જેટલું જ થયું છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પ્રોજેક્ટના મૂળ પ્રમોટર, આશિષ ભલ્લાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા રિયલ એસ્ટેટ ફ્રોડના કેસમાં ધરપકડ કરવામાં આવી. પ્રમોટરની ધરપકડ બાદ કંપની આર્થિક રીતે નાદાર જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જેના કારણે 1,200થી વધુ રોકાણકારોના અંદાજે રૂા.1,000 કરોડથી વધુના નાણાં ફસાઈ ગયા હતા.
રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ૠીષછઊછઅ) એ રાજ્યના શહેરી વિકાસ વિભાગ પાસે હસ્તક્ષેપની માંગણી કરી હતી. અગાઉ ગિફ્ટ સિટી સત્તામંડળ દ્વારા ડેવલપર સાથેનો કરાર રદ કરવામાં આવ્યો હતો. હવે, રેરા એક્ટની કલમ 8 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કમિટીએ આ પ્રોજેક્ટ અલોટીઝના સંગઠનને સોંપવાનું નક્કી કર્યું છે. રેરાની કલમ 8 મુજબ કોઈ અધુરા પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવા માટે રિયલ એસ્ટેટ ઓથોરિટી સરકાર સાથે મસલત કરીને પ્રોજેક્ટનું અધૂરૂં કામ રોકાણકારોને સોંપીને પૂર્ણ કરાવી શકે છે. આ નિર્ણયના અમલીકરણ માટે હવે અલોટીઝે જરૂરી ભંડોળ એકત્ર કરવું પડશે અને બાંધકામ પૂર્ણ કરવા માટે નવા કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરવી પડશે. જો રોકાણકારો આ માટે સંમત થશે, તો ગિફ્ટ સિટી સત્તામંડળ દ્વારા આ પ્રોજેક્ટની લીઝ ફરીથી શરૂ કરવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયામાં ૠીષછઊછઅ અને શહેરી વિકાસ વિભાગ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડશે જેથી સેંકડો રોકાણકારોને વહેલી તકે તેમના યુનિટ્સનું પઝેશન મળી શકે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનાર રોકાણકારો દ્વારા તેમના યુનિટનો કબજો લેવા માટે 90 અરજીઓ રેરા સમક્ષ કરવામાં આવી હતી તે પૈકી 42 ટાવર સી બાબતની હતી. ગિફ્ટ સિટી ઓથોરિટી દ્વારા આ પ્રોજેક્ટના ડેવલપર ઠઝઈ ગજ્ઞશમફ ઉયદયહજ્ઞાળયક્ષિં ઈજ્ઞળાફક્ષુ ઙશિદફયિં કશળશયિંમનું લાઇસન્સ રદ કરી દેવાયું છે. હવે નવા ડેવલપર આવશે તો તેના નામે લાઇસન્સ આપવા રેરા દ્વારા નોંધણી બાબતની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.