Jai Hind

સુત્રાપાડાનાં સ્વ.હોમ ગાર્ડ જવાન લખમણભાઇ વાજાના પરિવારને રૂ.1 લાખ 55 હજારની સહાય અર્પણ

જીલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકર,પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડે સ્વર્ગસ્થના પરિવારને સાંત્વના પાઠવી

સુત્રાપાડા નાં સ્વ. હોમ ગાર્ડ જવાન લખમણભાઇ નારણભાઈ વાજા ને બિમારી સબબ અવસાન થતાં સ્વર્ગસ્થના પરિવાર ને રૂ.1 લાખ 55 હજાર ની મરણોતર સહાય અર્પણ કરવામાં આવી. સુત્રાપાડા હોમ ગાર્ડ યુનીટ માં માનદ સેવા આપતા લખમણભાઇ વાજા ને કેન્સર જેવી ગંભીર બીમારી સબબ અવસાન થતાં નાનો પરિવાર ચિંતામય બની ગયો હતો.
ગીર સોમનાથ જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકરે ડાયરેક્ટર જનરલ હોમ ગાર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદ ને આ બનાવથી અવગત કરી જરૂરી સહાય આપવા માટે દરખાસ્ત કરેલ જેના અંતર્ગત રાજ્ય હોમ ગાર્ડ યુનીટ તરફથી કલ્યાણ નિધિ ફંડમાંથી રૂ.1 લાખ 55 હજાર મરણોતર સહાય મંજુર કરી હતી.ગીર સોમનાથ જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકર તથા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ,સુત્રાપાડા હોમ ગાર્ડ કમાન્ડીંગ અરશીભાઈ મોરી તથા હોમ ગાર્ડ પરિવારે સ્વર્ગસ્થ નાં પરિવાર ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી સ્વર્ગસ્થના ધર્મપત્ની કમળાબેન ને મરણોતર સહાય નો રૂ.1 લાખ 55 હજાર નો ચેક અર્પણ કરી પરિવાર ને સાંત્વના પાઠવી હતી.પૂર્વ કેબીનેટ મંત્રીએ સ્વર્ગસ્થ હોમ ગાર્ડ પરિવાર ની સ્થિતિ ની જાણકારી મેળવી સહાયભૂત થવા ખાત્રી આપી હતી.સ્વર્ગસ્થ હોમ ગાર્ડ જવાનનાં પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.