મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બ્ોઠક નાયબ મુખ્યમંત્રી અન્ો કાઉન્સિલના વાઇસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના આગવા વિઝન અન્ો પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અન્ો નવીનીકરણ હાથ ધરવામાં આવી રહૃાું છે.
આ સંદૃર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બ્ોઠકમાં કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઇ.પી. ગૌતમે વિસ્ત્ાૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો.
આ પ્રોજેકટ અંતર્ગત ૨૮ જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્ોમાંથી ૨૨નું કામ પ્ાૂર્ણ થઇ ગયું છે. અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-૨૬ સુધીમાં પ્ાૂર્ણ કરવાનું આયોજન છે ત્ોમ ત્ોમણે જણાવ્યું હતું.
સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથન્ો અગ્રતા આપવાના વડાપ્રધાનના દિૃશાનિર્દૃેશ અનુસાર અત્યાર સુધીમાં ૯૮ હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઇ ગયું છે અને માર્ચ-૨૬ સુધીમાં વધુ ૧૬ હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઇ રહી છે ત્ોમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
શ્રમદૃાનના પ્ાૂજ્ય બાપુના વિચારન્ો આશ્રમની પ્રવૃત્તિઓ સાથે જોડીન્ો આશ્રમની મુલાકાત્ો આવનારા મુલાકાતીઓ ખાસ કરીન્ો યુવાઓ વિવિધ સ્ોવા પ્રવૃત્તિઓમાં કઇ રીત્ો સહભાગી થઇ શકે ત્ો દિૃશામાં પણ આ બ્ોઠકમાં વિસ્ત્ાૃત ચર્ચા-પરામર્શ થયા હતા. એટલું જ નહીં, ગવર્નિંગ કાઉન્સિલની અગાઉની બ્ોઠકના એજન્ડાન્ો બહાલી આપવામાં આવી હતી.