Jai Hind

પાયલોટે જાણી જોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાના ઈટાલિયન અખબારના અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેના અહેવાલો અનુમાન પર આધારિત : એઆઈઆઈબી

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ અહેવાલને ફગાવ્યો

અમદાવાદમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઈટની ભયાનક દુર્ઘટનામાં પાઈલોટે જાણી જોઈને કયુઅલ સ્વિચ બંધ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું ઈટાલીયન અખબારના અહેવાલને એરક્રાફટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ ફગાવી દઈ આ અહેવાલ માત્ર અનુમાનો આધારિત હોવાની સ્પષ્ટતા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનાર આ વિમાન દુર્ઘટનામાં સમયાંતરે અનેક તર્ક અનુમાન આધારિત રિપોર્ટસ આવ્યા કરે છે. પરંતુ સરકાર કોઈ સ્પષ્ટ કારણ આજ સુધી આપી શકી નથી. ગયા વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ અઈં-171ની ભયાનક દુર્ઘટના અંગે મીડિયામાં ચાલી રહેલી વિવિધ અટકળો પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ) એ મૌન તોડયું છે. અઅઈંઇ એ સ્પષ્ટતા કરી છે કે મીડિયાના અમુક અહેવાલો માત્ર અનુમાન પર આધારિત છે અને તેમાં કોઈ સત્યતા નથી. તપાસ હજુ ચાલુ, ઉતાવળિયા નિષ્કર્ષથી બચો અઅઈંઇ એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હજુ પણ અત્યંત ગંભીરતાથી ચાલી રહી છે. બ્યુરોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી, તેથી કોઈ પણ વ્યક્તિ કે ટેકનિકલ કારણને દોષી ઠેરવવું ઉચિત નથી.એરક્રાફ્ટ અકસ્માતની તપાસ એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં ફલાઈટ ડેટા રેકોર્ડર (ઇહફભસ ઇજ્ઞડ્ઢ), કોકપિટ વોઈસ રેકોર્ડર અને ટેકનિકલ પાસાઓનું ઊંડુ વિશ્લેષણ કરવામાં આવે છે.જનતા અને મીડિયાએ માત્ર સત્તાવાર અંતિમ રિપોર્ટની જ રાહ જોવી જોઈએ. આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે ઈટાલીના જાણીતા અખબારે’ઈજ્ઞિશિયફિ ઉયહહફ જયફિ’ એ દાવો કર્યો હતો કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામી નહીં, પરંતુ ‘જાણી જોઈને કરવામાં આવેલી હરકત’ હતી. જોકે, ભારતીય એજન્સીઓએ હાલમાં આવા કોઈ પણ દાવાને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે અને પારદર્શક તપાસનું આશ્વાસન આપ્યું છે.