નવી સીબીડીસી, સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી અમલી કરાશે: અમદાવાદમાં અમલવારી શરૂ
ગુજરાતનાં રેશનકાર્ડ લાભાર્થીઓને હવે નજીકનાં દિવસોમાં જ અનાજ, ખાંડ, તેલ મેળવવા માટે થમ્બ ઈમ્પ્રેશનથી મુક્તિ મળશે અને નવી સીબીડીસી સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી અમલી કરાશે. આ પ્રોજેકટનો હાલ અમદાવાદમાં અમલ શરૂ કરાયો છે અને હવે ક્રમશ: રાજયભરમાં અમલ કરાશે.
વિતરણ વ્યવસ્થાની આ નવી પદ્ધતિનાં અમલ અંગે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય, ઝાંપડાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે આજ સુધી આ અંગેનો કોઈ સતાવાર પરિપત્ર કે સૂચના આવી નથી. પરંતુ, પરિપત્ર કે સૂચના મળ્યે નવી પદ્ધતિનો અમલ કરાવીશુ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈઇઉઈ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી કેન્દ્ર સરકારની આ સિસ્ટમથી નાણાકીય વ્યવહારોની જેમ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને ફાળવવામાં આવતા અનાજ કઠોળ ખાંડ તેલ મીઠું જેવી વિવિધ જનસીઓ એક એપ્લિકેશનના માધ્યમથી ફુડબીલ તરીકે સીબીડીસી નો ઉપયોગ કરવામાં આવશે.
સીબીડીસી અનાજ મેળવવા માટે રેશનકાર્ડ ધારોકોએ પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ એક વખતના રજીસ્ટ્રેશન પછી વ્યાજબી ભાવની દુકાન ખાતે અનાજ લેવા જવાનું થાય ત્યારે વ્યાજબી ભાવના દુકાન ખાતે મુકવામા આવેલો ક્યુ આર કોડ સ્કેન કરવાનો રહેશે જેનાથી રેશનકાર્ડ ધર્મને મળવા પાત્ર જથ્થાનું બીલ એમના મોબાઇલમાં જનરલ થઈ જશે અને વ્યાજબી ભાવની દુકાન ખાતેથી રેશનકાર્ડ હોલ્ડર એ જથ્થો લઈ શકશે
અગાઉ રેશનકાર્ડ ધારક જ્યારે વ્યાજબી ભાવની દુકાન ખાતે અનાજ લેવા જતો હતો ત્યારે પોતાનું રેશનકાર્ડ દુકાન ખાતે લઈ જઈ અને વ્યાજબી ભાવના દુકાન ખાતે રહેલા કોમ્પ્યુટર સાથે જોડાયેલ બાયોમેટ્રિક ડિવાઇસ પર પોતાનો ફિંગર મૂકી અને આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરી અને અનાજ મેળવતો હતો આ સિસ્ટમમાં ઘણી બધી સમસ્યાઓ થતી હતી ખાસ કરીને જ્યારે આધારનું સર્વર સ્લો ચાલતું હોય ડાઉન હોય રાજ્ય અથવા તો આ સર્વરમાં વિવિધ પ્રકારની એરર આવતી હોય નેટવર્કના પણ ઇસ્યુ હોય ત્યારે લોકોએ દુકાન ખાતે કલાકો બેસી રહેવું પડતું અને સર્વર ફરી ચાલુ થાય તેની રાહ જોવી પડતી ઘણી વખત તો સતત બે દિવસ ત્રણ ત્રણ દિવસ સુધી સર્વરની સમસ્યાઓ રહેતી હોવાના કારણે ગ્રાહકોએ સતત વ્યાજબી ભાવની દુકાન ખાતે થતા થવા પડતા હતા જેના કારણે કંટાળેલા ગ્રાહકો અને વેપારી સાથે ઘર્ષણ પણ થતું હતું આગામી સમયમાં સીબીડીસી ની પદ્ધતિ લાગુ કરીને આ બધી સમસ્યાઓ નિવારવા માટે રાજ્ય સરકાર અને પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યમાં લગભગ અમદાવાદના સાબરમતી વિસ્તાર સહિત જુદા જુદા જિલ્લાઓમાં આ પદ્ધતિ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવા જઇ રહી છે.