Jai Hind

રાજ્યમાં કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ

ગોધરા, દૃાહોદૃ અને હિંમતનગરમાં વરસાદૃી ઝાપટા નોંધાયા

રાજ્યમાં એકાએક હવામાનમાં નાટયાત્મક પલટો આવ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદૃ વરસ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદૃળછાયા વાતાવરણ વચ્ચે વરસાદૃ પડ્યો હોવાના અહેવાલ છે. પંચમહાલના ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદૃી ઝાંપટું પડ્યું હતું જ્યારે દૃાહોદૃ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે લીમખેડા- રાબડાલ વિસ્તારમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતોમાં િંચતા વધી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદૃની સંભાવના છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દૃાહોદૃમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહૃાા છે. અનેક વિસ્તારોમાં વાદૃળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંગાવાની શક્યતા છે. ત્યારબાદૃ ૧૯થી ૨૪ ફેબ્રુઆરી દૃરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સ્ાૂકુ રહેશે. રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. ત્યારબાદૃ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદૃર ખાત્ો ૧૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદૃાવાદૃમાં ૧૯.૨ ડિગ્રી, વડોદૃરામાં ૧૯.૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૮.૫ ડિગ્રી, નલિયામાં ૧૫.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૫.૨ ડિગ્રી અને સુરતમાં ૧૯.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
િંહમતનગર અને ત્ોની આસપાસના પંથકમાં હળવા વરસાદૃી ઝાંપટા નોંધાયા હતા.