Jai Hind

ઈ-વાહનો માટેની રૂા.210 કરોડની રાહત યથાવત: જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવા ખાસ વ્યવસ્થા

રાજયની જીએસટીની આવકમાં 12%નો વધારો: કુલ કરદાતા 13.89 લાખ થયા: રીટર્ન ફાઈલીંગમાં ગુજરાત દેશમાં પ્રથમ

જીએસટી ઘટાડાને કારણે રાજયની જનતાને રૂા.11000 કરોડનો લાભ એક વર્ષમાં થશે: નાણાંમંત્રી

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજયની જનતા પર કોઈ વધારાના કરવેરા લાદયા નથી પરંતુ ઈલેકટ્રીક બેટરીથી ચાલતા વાહનો સંબંધી રીબેટ યથાવત રાકીને રૂા.210 કરોડની રાહત જારી રહેશે તેવું જાહેર કયુર્ં છે. નાણામંત્રીએ રાજયમાં જે જીએસટી ઘટાડો ગત વર્ષે અમલમાં આવ્યો હતો તેના કારણે રૂા.11000 કરોડની બચત રાજયની જનતાને એક વર્ષમાં થશે તેવું જણાવ્યું હતું શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે જીએસટી સહિતના કરદાતાઓની વર્કીંગ કેપીટલ બ્લોક ન થાય તે માટે 90 દિવસમાં પ્રોવીજન્ડ રીફંડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસટી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. નાણામંત્રીએ તેમના આ વર્ષના કરવેરા દરખાસ્તમાં જણાવ્યું હતું કે જેમાં જીવન જરૂરીયાતની અનેક ચીજ વસ્તુઓ જે સામાન્ય જન સમૂહને અસર કરે છે. તેના પર ટેક્સમાં મોટી રાહત અને ૠજઝ કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી. તા.3 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાયેલી પકમી ૠજઝ કાઉન્સીલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક ગયડ્ઢિ-ંૠયક્ષ સુધારા સાથે પ્રજાલક્ષી ૠજઝ 2.0 ની જાહેરાત કરી હતી. જે અન્વયે તબક્કાવાર કરેલ અમલીકરણ થકી ‘ઊફતય જ્ઞર કશદશક્ષલ‘ અને ‘ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇીતશક્ષયતત‘ ને પ્રોત્સાહન મળેલ છે. આ નિર્ણયોથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભથઈ રહેલ છે.
વેરા ઘટાડાના પરિણામે એક જ વર્ષમાં આશરે રૂ.11,000 કરોડ જેટલી જીએસટી વેરાની બચત થકી રાજ્યની જનતાને લાભ થનાર છે.
કરદાતાઓની વર્કીંગ કેપીટલ બ્લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની 90% રકમ દિન-7 માં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચુકવવાની જોગવાઈ કરવામાં આવી. રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે વૈકલ્પિક સરળ ૠજઝ રજીસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી. નાના અને મધ્યમ ઉદ્યોગકારો, કે જેઓ દર મહિને રૂ.2.5 લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે, તો તેઓને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી. આ યોજના હેઠળ ત્રણ જ માસમાં આશરે 52,000 જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે.
જીએસટી આવક
જીએસટી તંત્રની કાર્યદક્ષતા અને રાજ્યના કરદાતાઓના સહકારથી ગત નાણાકીય વર્ષના ટેક્સ કલેક્શનની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષે 12%થી વધુની વૃદ્ધિ હાંસલ કરેલ છે.
જીએસટી રજીસ્ટ્રેશન
ગુજરાતમાં જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓમાં, ગત નાણાકીય વર્ષ કરતા આશરે 8 % વધારા સાથે હવે કુલ નોંધાયેલ કરદાતાઓની સંખ્યા 13.69 લાખ થયેલ છે.
જીએસટી રીટર્ન
ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતાના પરિણામે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમ જાળવી રાખેલ છે.
વેપારીઓની સુવિધાઓ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણ બાબતે જામનગરના વેપારીઓએ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને કોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જૂનાગઢ આવવુ પડતુ હતું. તેઓને અગવડતા પડતી હતી અને સમયનો વ્યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ 26 જાન્યુઆરી, 2026થી જામનગર ખાતે અઠવાડીયામાં બે દિવસ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાઓનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની “ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેકટ્રીક વાહનો પર ક% સુધી ઉચ્ચક વાહન વૈરો અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે પ% સુધી રીબેટ આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય ગત બજેટમાં જાહેર કરવામાં આવેલ હતો. એક વર્ષની આ સમયમર્યાદા પૂરી થનાર છે.