ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને અગ્રતા
ગુજરાત સરકારના બજેટમાં અઈંથી માંડી આરોગ્ય સેવા પર ફોકસ
યુવાશક્તિને મજબુત કરવા 97 લાખ વિદ્યાર્થીઓને પ967 કરોડની શિષ્યવૃતિ : માસિક સહાય હવે રૂા. રપ00 : 9ર6 પીએમશ્રી શાળા બંધાશે
પછાત વર્ગને લોન, શિક્ષણ, 7પ લાખ કુટુંબોને મફત અનાજ, અમૃતમ યોજના માટે 347ર કરોડની જોગવાઇ
રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિકસીત ભારત-2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારતું આ બજેટ ગણાવતા જીએસટીથી માંડી કોમનવેલ્થ-2030 સુધીની કામગીરી અને આયોજન, રોજગારી, આરોગ્ય, વાયબ્રન્ટ સમીટ સહિતની વાતો રજુ કરી છે. તો એઆઇ, ૠઢઅગ, વી.બી.રામજી, નવી શાળાઓ, નમો લાયબ્રેરી, આઇ હબ સહિતના આયોજન જાહેર કર્યા છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટર મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ એઆઇ, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે. જેનાથી યુવા પ્રતિભાને એઆઇ આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી ક્ધડથક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
સુરત, જામનગર અને ભાવનગર ખાતે આઇવીએફ સેન્ટર : રપ આધુનિક જીઆઇડીસી બનશે : કિસાનોની પડખે રહેવા સરકાર સાધન ખરીદીમાં 1પ6પ કરોડ આપશે
દરિયાકાંઠાના ઇકોનોમીક માસ્ટર પ્લાન માટે ર000 કરોડ, સોમનાથ-દ્વારકા એકસપ્રેસ વે માટે 3000 કરોડ, હિરાસર સહિત પાંચ નવા સેટેલાઇટ ટાઉન બંધાશે
વિધવા બહેનો માટે ર848 કરોડ : સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત 2026ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવા નિર્ણય
ૠઢઅગ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે રૂા.4272 કરોડની જોગવાઇ સૂચવું છું. નબળા વર્ગના તેમજ આદિજાતિ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ રૂા.869 કરોડની જોગવાઇ કરાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે રૂા.360 કરોડની જોગવાઇ કરાઇ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ રૂા.3472 કરોડની જોગવાઇ કરી છે. અમદાવાદ ખાતે ઈંટઋ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. ધનવંતરી રથ માટે ર60 કરોડ મુકાયા છે.
રોજગાર ગેરેંટી
ટઇ-ૠ છઅખ ૠ (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડસ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ રૂા.1500 કરોડનું આયોજન કરેલ છે. ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂા.5967 કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરી છે. અનુ.જાતિ-આદિજાતિ છાત્રોને લાભ માટે આવક મયાર્ર્દા રૂા. અઢી લાખમાંથી છ લાખ કરાઇ છે.
પીએમશ્રી શાળા
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે. એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવા રૂા.120 કરોડની જોગવાઇ કરાઇ છે. સરકારે ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા રૂા.226 કરોડ અને એેપ્રેન્ટીસને માસિક રૂા.3000 સુધીની સહાય આપવા રૂા.80 કરોડ, આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા રૂા.51 કરોડની જોગવાઇ મુકાઇ છે. એમએસએમઇ માટે રૂા.1775 કરોડની જોગવાઇ કરાઇ છે.
જીઆઇડીસી
ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં રૂા.1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂા.50 કરોડના રોકાણથી 120 મીની ૠઈંઉઈના નવીનીકરણનું આયોજન છે. રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂા.2755 કરોડની જોગવાઇ કરાઇ છે. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના કરાશે. હસ્તકલા, ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
ખેડૂતો
જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા રૂા.11 હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂા.1565 કરોડની જોગવાઇ સૂચવું છું. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.
દરિયાનું પાણી
દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે 1237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ તથા કચ્છની યોજના માટે 1333 કરોડ એમ કુલ 3043 કરોડની જોગવાઇ કરાઇ છે.
મત્સ્ય ઉદ્યોગ
રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે 1340 કરોડની જોગવાઇ સૂચવું છું. પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાનું આયોજન છે. ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ માટે 500 કરોડની જોગવાઇ કરાઇ છે. ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા 1539 કરોડની જોગવાઇ કરાઇ છે.
ૠઢઅગ
ૠઢઅગના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે. મહિલા સ્વરોજગારી માટે 47 કરોડ, બેંક લોન સહાય માટે 4પ કરોડ, બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તા માટે 97ર કરોડ, નમો લક્ષ્મી યોજના હેઠળ ધો. 9 થી 1રમાં અભ્યાસ માટે 1રપ0 કરોડ, વિધવા બહેનોને ડીબીટી માધ્યમથી સહાય માટે ર848 કરોડ, દરિયા કાંઠાના વિસ્તારના ઇકોનોમીક માસ્ટર પ્લાન માટે ર000 કરોડ, 50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવા આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં 10 હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
ડિજીટલ પ્લેટફોર્મ
ગુજરાત યુનીફાઇડ ડિજીટલ સ્ટેકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે 100 કરોડનું આયોજન છે.
વીજ લાઇન
રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન અંતર્ગત 500 કરોડ, સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે 100 કરોડ, ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે 1855 કરોડની યોજના બનશે.