Jai Hind

500 એ.સી. સહિત રાજયમાં ચાલુ વર્ષે 2463 જેટલી નવી બસો દોડાવાશે

પોલીસ કર્મચારીઓનાં આવાસ માટે રૂ.1571 કરોડની બજેટમાં જોગવાઈ

જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 અઈ ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીડી બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ રૂ.1286 કરોડની જોગવાઇ નાણાંમંત્રીએ કરી હતી
કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂમ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડન રીસ્ટોરેશન માટે રૂ.97 કરોડની જોગવાઇ અને અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટા બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે રૂ.32 કરોડની જોગવાઇ નાણાંમંત્રીએ કરી હતી. ગુજરાત પોલીસ માટે ઉફફિં ઋીતશજ્ઞક્ષ ઈયક્ષિિંય ઈયક્ષિિંય જ્ઞર ઊડ્ઢભયહહયક્ષભય રજ્ઞિ અઈં શક્ષ ઙજ્ઞહશભશક્ષલની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે.
આ પ્રોજેકટ માટે રૂ.60 કરોડની જોગવાઇ અને રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં 20,444 જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ.1571 કરોડની જોગવાઇ કરાઈ છે.