ભારતની અગ્રણી એનબીએફસીપૈકીની એક એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ તેની મુખ્ય પશુધન કલ્યાણ અને ગ્રામીણ આજીવિકા પહેલ, પશુ વિકાસ દિવસ (પીવીડી) ની 8મી એડિશનનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. ’સર્વોત્તમ સેવા: પશુ, પરિવાર ઔર પ્રગતિ’ થીમ પર આધારિત, આ પહેલે પશુઓના આરોગ્ય, કુટુંબ સુખાકારી અને ટકાઉ પ્રગતિને મજબૂત બનાવીને સંસ્થાની સર્વાંગી ગ્રામીણ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.
2014માં શરૂ કરાયેલોપશુ વિકાસ દિવસ મફત પશુચિકિત્સા સેવાઓ અને નિષ્ણાંત માર્ગદર્શન પ્રદાન કરીને પશુ માલિકોની મહત્વપૂર્ણ આરોગ્યસંભાળ જરૂરિયાતોને પૂરી કરે છે. વર્ષોથીઆ પહેલ દેશના સૌથી મોટા એક-દિવસીય પશુ કલ્યાણ કાર્યક્રમોમાંના એકમાં વિકસિત થઈ છે.
એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે 1.55 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે, જેમાં આશરે 1.4 લાખ પશુઓની સારવાર અને 14,000થી વધુ લોકોને આરોગ્ય સંભાળ સહાયનો સમાવેશ થાય છે, જેનાથી 30,000 થી વધુ પરિવારોને લાભ થયો છે. આ પહેલ 16 રાજ્યોમાં, 510 એસએમએફજી ગ્રામશક્તિ શાખાઓમાં હાથ ધરવામાં આવી હતી, જે ગ્રામીણ ભારતમાં કંપનીની ઊંડાણપૂર્વકની પહોંચ પર ભાર મૂકે છે.
ગુજરાતમાંપશુ વિકાસ દિવસ 37 સ્થળોએ ઉજવવામાં આવ્યો હતો અને લગભગ 7,000 પશુઓને આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડી હતી જેનાથી 2,000થી વધુ પરિવારોને લાભ થયો હતો. દરેક શિબિરમાં સ્થાનિક પશુ ચિકિત્સકો દ્વારા મફત પશુ તપાસ, મફત દવા અને રસીકરણનું વિતરણ અને દૂધાળા પશુઓ માટે ઉપજ વધારવા અંગે સલાહ જેવી સેવાઓ આપવામાં આવી હતી.