અમદાવાદ મીટમાં ગુજરાતના વધતા ક્રિપ્ટો ઇન્વેસ્ટર સમુદાય પર ફોકસ
ભારતનું સૌથી મોટું ક્રિપ્ટો ઈન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ CoinSwitchએ તાજેતરમાં અમદાવાદમાં તેની નેશનલ પાર્ટનર કોન્ક્લેવની આવૃત્તિ યોજી હતી અને 2025ના વર્ષાંત અહેવાલમાંથી ગુજરાત સંબંધિત માહિતી રજૂ કરી હતી, જેમાં રાજ્યમાં ડિજિટલ એસેટ્સમાં સતત વધતી ભાગીદારી દર્શાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં CoinSwitchના ગુજરાત માટેના બ્રાન્ડ એમ્બેસેડર મલ્હાર ઠાકર પણ હાજર રહ્યા હતા. તેમણે સ્થાનિક ટ્રેડર્સ સાથે સંવાદ સાધી રાજ્યમાં વિકસતા ડિજિટલ એસેટ ઇકોસિસ્ટમ અંગે ચર્ચા કરી.
પાર્ટનર કોન્ક્લેવ એ ટ્રેડિંગ સમુદાય સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટેનું ઓન-ગ્રાઉન્ડ પહેલરૂપ કાર્યક્રમ છે. આવનારા મહિનાઓમાં દેશના અન્ય મહત્વના શહેરોમાં પણ તેનું આયોજન કરવામાં આવશે.
CoinSwitchના સહ-સ્થાપક આશિષ સિંઘલે જણાવ્યું હતું કે, ગુજરાત સતત એવો બજાર રહ્યો છે જે નવીન નાણાકીય ટેક્નોલોજી સાથે ઊંડાણપૂર્વક જોડાય છે. તેમ છતાં, અમારી દ્રષ્ટિ માત્ર ભાગીદારી પૂરતી નથી; અમે ટ્રેડર્સ અને ભાગીદારો સાથે મેદાની સ્તરે જોડાણ, શિક્ષણ અને સંવાદ દ્વારા લાંબા ગાળાના સંબંધો નિર્માણ પર ભાર મૂકીએ છીએ.