તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થવાની આગાહી:અનેક જિલ્લાઓમાં થશે એલર્ટ
રાજ્યમાં ઉનાવાની વહેલી એન્ટ્રી થઇ ગઇ છે. અમરેલી ૩૬.૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે અમદૃાવાદૃમાં પણ ગરમીનો પારો ૩૬.૩ .ડિગ્રી સુધી પહોંચ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિૃવસ હિટવેવની શક્યતા છે. અને મહત્તમ તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેન્ો લઇ સૌરાષ્ટ્ર- કચ્છ અને દૃક્ષિણ ગુજરાતના અન્ોક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે દૃરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાવાની શકયતા છે.
હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વર્ષે ઉનાળો વહેલો અને તીવ્ર રહેશે માર્ચ મહિનામાં તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવા છે. જે સામાન્ય કરતા ઘણું વધારે છે. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા મહત્તમ આંકડા પ્રમાણે ડીસામાં ૩૫.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૫.૫ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૩૪.૯ ડિગ્રી, વડોદૃરામાં ૩૬ ડિગ્રી, સુરતમાં ૩૬.૨ ડિગ્રી, ભૂજમાં ૩૭.૨ ડિગ્રી, નલિયામાં ૩૦.૬ ડિગ્રી, દ્વારકામાં ૩૮.૪ ડિગ્રી, તાપમાન નોંધાયું હતું. ત્ોમજ ઓખામાં ૨૯.૮ ડિગ્રી, પોરબંદૃરમાં ૩૧.૭ ડિગ્રી, રાજકોટમાં ૩૬.૩ ડિગ્રી વેરાવળમાં ૩૦.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૫.૯ ડિગ્રી, મહુવામાં ૩૨.૬ ડિગ્રી અન્ો કેશોદૃમાં ૩૬.૧ ડિગ્રી ગમી નોંધાઇ હતી.