Jai Hind

બોલો, આ સહકારી ક્ષેત્રમાં કેવી ગોલમાલ થાય છે? ગીરગઢડાના ખેડૂતોની તુવેરની ખરીદી કરવા કોડીનાર મંડળીને કેન્દ્ર આપ્યું, પરંતુ ઉનાના જીનિંગમાં શરૂ કરાયુ!


ખેડૂતના નામે તુવેરમાં ગોલ માલ કરવા અનેક ખેલ ભજવતી મંડળી સામે ઉઠ્યા સવાલો!

રાજ્ય સરકારે ખેડૂતો ની તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરાયાં હતાં ઉના તાલુકાના ખેડૂતો ની તુવેર ઉના સહકાર સંધ કેન્દ્ર મારફતે લેવાતી હતી પરંતુ કેટલાક ગોલમાલીયા ઓ એ ગીરગઢડા નાં હજારો ખેડૂતો ની તુવેર ખરીદી ઉના સહકારી સંધ દ્વારા ન ખરીદે તેવા ચોકઠાં ગોઠવીને કોડીનાર ગામ ની મંડળી નામે રાજ્ય સરકાર ના સહકારી વિભાગ પાસે કોડીનાર નામે ખરીદી કેન્દ્ર મંજુર કરાવી ગીરગઢડા ના ખેડૂતો ની ,ચણા તુવેર દાળ જેવા કૃષી ઉત્પાદન ખરીદવા ની શરૂઆત કરી હતી અને એ પણ ઉના ના ગીરગઢડા રોડ નજીક આવેલા રાજ જીનિંગ પ્રાઈવેટ લિમિટેડ મા આ ખરીદી ચાલુ કરી દીધી ખેડૂતો નો પાક બારોબાર મેસેજ મોકલી ગીરગઢડા ના ખેડૂતો ને 20 કિમી દુર ઊના સુધી બોલાવી આ ખરીદી ચાલું કરાતા અનેક પ્રશ્નનો સાથે તર્કવિતર્ક સર્જાયા છે.
ઊના તાલુકા મા આવેલ માર્કેટીંગ યાર્ડ હોવાં છતાં અને જાહેર મા ખેડૂતો ની નજર સમક્ષ તોલાતા વજન અને કોલેટી એ ખેડૂતો ના હિત માં આ ખરીદી સરકારી ધારાધોરણ પ્રમાણે થતી હતી પરંતુ કોડીનાર તાલુકા નામે મંડળી બીજા તાલુકા એટલે ગીરગઢડા તાલુકા ના ખેડૂતો નો પાક ખરીદી કરે એ પણ પોતાની હદ સીમા છોડી ગીરગઢડા ખરીદી કરવા ના બદલે ઊના કેન્દ્ર અને એ પણ ખાનગી જીનિંગ મા બોલાવવી તુવેર નો તોલ કરાય છે એ અનેક શંકાકુશંકા ભરી ખરીદી થતી હોવાનો શુર ઉઠવા લાગ્યા છે!
સામાન્ય બાબતે કિશાન સંઘ અને ખેડૂતો ના હિત ની લડાઈ લડતાં ઉના ગીરગઢડા તાલુકાના નેતાઓ આ સમગ્ર બાબતે મૌન બની બેઠા છે પરંતુ ગીરગઢડા ખેડૂતો ના હિતમાં અવાજ કેમ ઉઠાવતાં નથી? કોડીનાર ની કહેવાતી મંડળી શું ગીરગઢડા ના ખેડૂતો નો માલ ખરીદે છે કે પછી વેપારી નો માલ ખેડૂતો પાસે સસ્તા ભાવે ખરીદી કરી ને મંડળી મારફતે સરકાર ને હલકો માલ ધાબડી રહ્યા છે? આ બાબતે ઉચ્ચ કક્ષાએ થી તપાસ થશે ખરી?
સરકાર ખેડૂતોને પુરતા પોષણ ભાવો મળે અને ખેડૂતો ના હિતમાં કેન્દ્ર મારફતે ખરીદી કરી રહીં છે પરંતુ ગીરગઢડા તાલુકાના ખેડૂતો ની મગફળી ખરીદી ગીરગઢડા મા થવી જોઇએ તેના બદલે ઊના ની ખાનખી જીનિંગ મા કંઈ રીતે કેન્દ્ર ચલાવી શકાય છે ખરી? કોડીનાર તાલુકાના ખેડૂતો ના કેન્દ્ર અલગ ફાળવણી કરાયા બાદ કોડીનાર ની મંડળી એ તેજ તાલુકા મા ખરીદી કરવાના બદલે ગીરગઢડા ના ખેડૂતો ની તુવેર કૃષિ પાકો ખરીદી કરાય રહીં છે તેપણ ગીરગઢડા મા નહીં ઉના ના જીનિંગ મા બોલાવવી આ ખરીદી કરાય છે એટલે ખેડૂતો ને 20 કી મી દુર સુધી વાહન ભાડા ખર્ચીને આવવું પડે છે આ બાબતે અનેક શંકાકુશંકા સવાલો ઉભા કરી રહ્યા છે તેવું ખેડૂતો મા ભારે કચવાટ જોવા મળે છે ખેડૂતો ના કૃષિ પાકો નું પુરું વળતર પણ મળતું નહીં હોવાનું અને રીજેક માલ બતાવી આ માલ ઓછા ભાવે ખરીદી વેપારી કરી ને તેજ માલ આ સરકારી ખરીદી કેન્દ્ર મા પરત ખેડૂત નામે કરી દેવાતો હોવાની ચર્ચા ઉઠી રહી છે આ બાબતે નિગમ ના અધિકારી અને જીલ્લા કલેકટર દ્વારા તપાસ થશે ખરી?