Jai Hind

માર્ચની શરૂઆતમાં જ આકાશમાંથી અગનગોળા વરસ્યા: 40 ડીગ્રી તાપમાન

રાજકોટ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો: હજુ તાપમાન વધશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ ઉનાળો આકરો બની ગયો છે અને ગઇકાલે રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. ખાસ કરીને રાજકોટમાં માર્ચની શરૂઆતમાં જ હાઇએસ્ટ 40 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો અકળાયા હતા.
રાજકોટમાં 40 ઉપરાંત અમદાવાદમાં 39.4, વડોદરામાં 39.4, ભુજમાં 39.4, ડાંગમાં 39.9, ડિસામાં 39.6, ગાંધીનગરમાં 39, કંડલામાં 38 અને સુરતમાં 39.1 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
ઉલ્લેખનીય છે કે હજુ પણ ચાલુ સપ્તાહ દરમ્યાન રાજયમાં ર થી 3 તાપમાન વધવાનો નિર્દેશ હવામાન ખાતાએ આપેલ છે.
ખાસ કરીને રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે તેવું હવામાન વિભાગ જણાવે છે. દરમ્યાન આજે પણ સવારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો સવારમાં રાજકોટ સહિત મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન 17થી રર ડિગ્રી નોંધાયુ હતું.