Jai Hind

પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ માટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

દેશમાં તથા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજ, યુનિવર્સિટી, કોર્સ વગેરેની માહિતી સરળ અને ઝડપી મેળવી શકે એ માટે પિકેડેમી દ્વારા Artificial Intelligece આધારિત સર્ચ એન્જિનનું આજે અમદાવાદના અખઅમાં અનાવરણ કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થી માટે કોર્સ, કોલેજ, યુનિવર્સિટી, દેશ વગેરેની પસંદગી જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક હોય છે. આ નિર્ણયને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પિકેડેમી સર્ચ એન્જિન અઈં વડે સજ્જ છે. પિકેડેમીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કોર્સના નામ, કોર્સની અવધિ, પાત્રતા, પ્રવેશ પરીક્ષાઓ, ફી, સ્કોલરશિપ જેવા માપદંડના આધારે કોલેજ તથા યુનિવર્સિટી પસંદ કરી શકે છે. પરંપરાગત એજ્યુકેશન પોર્ટલોની સરખામણીમાં પિકેડેમી વિદ્યાર્થીના ઉદ્દેશ્યને તથા અપેક્ષાને સમજીન ચોક્કસ, અર્થપૂર્ણ અને નિર્ણાયક પરિણામ પુરા પાડે છે.
આ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું બ્રેઇન “પિક્સી છે, જેએકબુદ્ધિશાળી અઈં આસિસ્ટન્ટ છે. વિદ્યાર્થીઓને તે ભારતભરમાં અને અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK), સ્પેન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અગ્રણી કોલેજ તથા યુનિવર્સિટી વિશે અને તેમના કોર્સ વિશે સચોટ માર્ગદર્શન આપે છે.