Jai Hind

વોલમાર્ટે ઇન્ડિયા ગ્રોથ સમિટ 2026 માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યા

વોલમાર્ટ જાહેર કરે છે કે, તેમણે ઇન્ડિયા ગ્રોથ સમિટ 2026ના રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે, જે ભારતીય બિઝનેસીસને સ્થાનિક તથા વૈશ્ર્વિક સ્તરે કદમ મેળવવા માટેનો એક સમર્પિત કાર્યક્રમ છે. 7મી મે, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનાર આ સમિટની બીજી આવૃતિમાં માઇક્રો, સ્મોલ એન્ડ મધ્યમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઇસ), ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ્સ, ડાયરેક્ટ-ટુ-ક્ધઝ્યુમર (ડીટુસી) વિક્રેતાઓ તથા નવીન સપ્લાય ચેઇન કંપનીઓ વોલમાર્ટ સાથે વૈશ્વિક વેપારમાં નવી તકો શોધવા એકજૂટ થઇને આવશે.
આ રજિસ્ટ્રેશન 23મી એપ્રિલ, 2026 સુધી ખૂલ્લું રહેશે. તો વોલમાર્ટ માર્કેટપ્લેસમાં જોડાવવા તથા આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સ ક્ષેત્રમાં તેમની હાજરી વધારવા ઇચ્છતા ભારતીય બિઝનેસીસ તેમાં જોડાઈ શકે છે. આ સમિટ મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય હોમ ટેક્સટાઈલ્સ, ક્ધઝ્યુમેબલ્સ, હેલ્થ અને વેલનેસ, ફૂડ, જનરલ મર્ચેન્ડાઈઝ, જ્વેલરી, અપરેલ્સ, શૂઝ, ટોય્સ અને સ્ટેશનરી જેવી મુખ્ય શ્રેણીની નિકાસને વેગ આપવાનો છે.
ધ ઇન્ડિયા ગ્રોથ સમિટ 2026માં એક્ઝિક્યુટીવ સેશન્સ પણ હશે, જ્યાં ઉપસ્થિતોને વોલમાર્ટના અગ્રણીથી થોડી વાત સાંભળવા મળશે. ત્યારબાદ ધંધાને વધારવા અને ટકાવી રાખવા માટે ખાસ રીતે તૈયાર કરેલા લર્નિંગ સેશન્સ રાખવામાં આવ્યા છે, જે તેમને રિટેલ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવવા અને ઈ-કોમર્સની મદદથી આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાવવામાં મદદ કરશે. ભાગલેનારાઓને વોલમાર્ટ માર્કેટપ્લેસ પર રજિસ્ટર કરવાની તક મળશે, જેના દ્વારા વૈશ્વિક ગ્રાહકો સુધી ક્રોસ-બોર્ડર વેપારની મદદથી એક્સેસ મળશે. એક સમર્પિત રિસોર્સ કેન્દ્ર તેમને વોલમાર્ટના કેટેગરી ટીમ્સ તથા સંબંધિત તજજ્ઞની ટીમ દ્વારા વ્યક્તિગત સૂચનાનો સહયોગ આપશે, જે તેમને પ્લેટફોર્મ પર ઓનબોર્ડિંગ, રેગ્યુલેટરી જરૂરિયાતો અને ક્રોસ-બોર્ડર ટ્રેડની સૂચનો પૂરા પાડશે.