‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવવા રાજકોટની કંપની દેશી તેમજ વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરશે
ભારતના વધતા રમકડાં ઉત્પાદન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપતા વેન્ચર કેપિટલ ફર્મ GVFL એ રાજકોટ સ્થિત અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડ માં રૂા.36 કરોડનું રોકાણ કર્યું છે. કંપની દેશમાં સૌથી મોટા સંકલિત (ઇન્ટિગ્રેટેડ) રમકડાં ઉત્પાદન કેન્દ્રોમાંથી એક વિકસાવી રહી છે. ભારત સરકારે દેશી રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપી આયાત પરનો આધાર ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે, એવા સમયમાં આ રોકાણ મહત્વપૂર્ણ ગણાય છે.
આ ફંડિંગ રાઉન્ડમાં કંપનીના સ્થાપકોના પરિવારજનો અને નજીકના રોકાણકારોએ પણ ભાગ લીધો છે. નવા મળેલા મૂડીભંડોળનો ઉપયોગ ઉત્પાદન વિકાસ, નવી ડિઝાઇન, તેમજ ભારત અને વૈશ્વિક બજારોમાં વ્યવસાય વિસ્તરણ માટે કરવામાં આવશે.
રાજકોટમાં સુભાષ ઝાલા અને અરવિંદ ઝાલા દ્વારા 2015માં સ્થાપિત અદિતિ ટોય્સ શરૂઆતમાં નાની ભાગીદારી ફર્મ તરીકે શરૂ થઈ હતી. આજે કંપની એક સંકલિત રમકડાં ઉત્પાદક તરીકે વિકસી છે, જ્યાં એક જ છત નીચે દેશના મોટા ઉત્પાદન પ્લાન્ટમાં વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે. કંપની પ્લાસ્ટિક, ડાઈ-કાસ્ટ, ઇલેક્ટ્રિક, જઝઊખ, સિલિકોન, લાકડાના તેમજ ‘રાઇડ-ઓન’ રમકડાં ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. કંપની ખાસ કરીને સુરક્ષા, નવીનતા અને બાળકોના બુદ્ધિ વિકાસને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો વિકસાવે છે.અદિતિ ટોય્સ હાલમાં દેશભરમાં 150થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને લગભગ 15,000 રિટેલર્સ સાથે કામ કરે છે. કંપનીનું વિતરણ નેટવર્ક જનરલ ટ્રેડ, મોડર્ન ટ્રેડ, ઈ-કોમર્સ અને પોતાની સીધી ગ્રાહક સુધી પહોંચતી (D2C) ચેનલ્સ સુધી વિસ્તરેલું છે. કંપનીનું ફ્લેગશિપ બ્રાન્ડ ‘ઈવફક્ષફસ – ઝવય જળફિયિંતિં ઊંશમ’ હેઠળ ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે.