Jai Hind

ઉમરેઠમાં તા.૨૩ એપ્રિલે મતદૃાન

ઉમરેઠના ધારાસભ્ય ગોિંવદૃ પરમારના નિધન બાદૃ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત

૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પશ્ર્ચિમ બંગાળમાં, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે. તો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ ૪મેના રોજ આવશે. આ સાથે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. સ્ન્છ ગોિંવદૃ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
આણંદૃની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદૃાન થશે. તો ૪ મેએ મતગણતરી થશે. સ્ન્છ ગોિંવદૃ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી. ૩૦ માર્ચે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરાશે. ૬ એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદૃવારી ફોર્મ.૯ એપ્રિલ સુધી ઉમેદૃવારી પરત ખેંચી શકાશે.આ મહિનાના પ્રથમ સપ્તાહમાં આણંદૃ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોિંવદૃ પરમારનું દૃયરોગના હુમલા બાદૃ નિધન થયું હતું. ગોિંવદૃભાઈ પરમાર લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. આ વચ્ચે તેમને હાર્ટ એટેક આવતા આણંદૃની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દૃરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અગાઉ તેઓ રાજપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે હતા.