Jai Hind

રાજ્યમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની તૈ યારી: તા.૨૫ના રોજ વિધાનસભામાં ખરડો

ઉતરાખંડ બાદૃ ગુજરાત યુસીસી લાગુ કરવામાં દૃેશનું બીજુ રાજ્ય બનશે

જસ્ટીસ રંજના દૃેસાઈની કમિટિ દ્વારા રિપોર્ટ સરકારને સુપ્રત:તા.૨૪ના રોજ વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરાયા બાદૃ બીજા જ દિૃવસ્ો ખરડો રજૂ કરાશે

દેશમાં સમાન નાગરીક સંહિતા (યુસીસી) ના અમલમાં ગુજરાત એ બીજુ રાજય બનવા જઈ રહ્યું છે. યુસીસી માટે રચાયેલી જસ્ટીસ રંજના દેસાઈની કમીટીએ રાજય સરકારને પોતાનો રિપોર્ટ સુપ્રત કરી દીધો છે અને સરકાર તા.24ના રોજ તે વિધાનસભામાં રજુ કરશે તથા તેના આધારે તા.25ના રોજ ગૃહમાં યુસીસી બિલ રજુ કરવાની તૈયારી છે. સમાન નાગરિક સંહિતા લાગુ થતા જ રાજયમાં સીવીલ અને ફોજદારી કાયદામાં મહત્વપૂર્ણ જે કાંઈ સુધારા હશે તે અમલમાં આવશે અને લગ્ન સંબંધી તેમજ છુટાછેડા મિલ્કત વગેરે સંબંધીત કાનુનો જે હાલ અલગ અલગ ધર્મ અને સમુદાયના આધારે છે તે તમામનું સ્થાન યુનિફોર્મ સીવીલ કોડ લઈ લેશે. પર્સનલ લો ખાસ કરીને જે મુસ્લીમ સમુદાયના લગ્નથી લઈ વ્યક્તિગત તમામ બાબતોમાં લાગુ પડે છે તેમાં હવે યુનિફોર્મ સીવીલ કોડ અમલી બનતા જ તમામ પર્સનલ કાનુનો નાબુદ થશે.
હાલમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત સમયે આ અંગે ચર્ચા થઈ હતી અને વિધાનસભામાં રજુ કરવા ભાજપ મોવડીમંડળ પાસેથી લીલીઝંડી મેળવાઈ છે. જસ્ટીસ રંજના દેસાઈની કમીટીએ આ અંગેનો તેનો અહેવાલ જે રાજય સરકારને સુપ્રત કર્યો છે તેમાં દરેક ધર્મ સમુદાયના લોકોને લાગુ થશે. ઉતરાખંડમાં અગાઉ યુનિફોર્મ સીવીલ કોડ લાગુ કરાયો છે અને તેમાં હવે જે કાંઈ નવા સુધારા અમલી બન્યા છે તેનો પણ ગુજરાતના કાનૂનમાં સમાવેશ કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા આ અંગે કાનુન બનાવવા માટેની કમીટીને આગળ વધવા જણાવાયું છે અને તા.25 માર્ચ સુધી વિધાનસભાનું સત્ર ચાલનાર છે અને તે સંદર્ભમાં આ કાનૂનનો અમલ હવે સરકાર દ્વારા વિધાનસભામાં મંજુરી બાદ રાજયપાલની મંજુરી અને તમામ પ્રક્રિયાઓ પુરી કરીને પછી આગળ વધાશે.