દૃેશમાં કૃષિ ક્ષેત્રને લઈને એક મહત્વનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નાનો યુરિયા (દ્ગટ્ઠર્હ ેિીંટ્ઠ)ના ઉપયોગ અંગે ઘણા ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહૃાા છે. ખેડૂતોનું કહેવું છે કે નાનો યુરિયાનો ઉપયોગ તેમની ખેતીમાં અપેક્ષિત પરિણામ આપતો નથી, જેના કારણે તેઓ ફરી પરંપરાગત યુરિયાની માંગ કરી રહૃાા છે.
કેટલાક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જમીનની સાચી સ્થિતિ અને પાકની જરૂરિયાતને સૌથી સારી રીતે ખેડૂત જ સમજી શકે છે. ખેડૂતોનો દૃાવો છે કે નાનો યુરિયા ં પૂરતો અસરકારક સાબિત થયો નથી, તેથી તેને ફરજિયાત બનાવવા અથવા વધુ પ્રોત્સાહન આપવાનો નિર્ણય યોગ્ય નથી.
ખેડૂતોની માંગ છે કે સરકાર નાનો યુરિયાને બદૃલે પ્યુર અથવા પરંપરાગત યુરિયા ઉપલબ્ધ કરાવે. તેમના જણાવ્યા મુજબ પરંપરાગત યુરિયા પાક માટે વધુ અસરકારક છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો આવ્યો છે.
કેટલાક ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર ખેડૂતોને નાનો યુરિયા ખરીદૃવા માટે પ્રોત્સાહિત કે દૃબાણ કરી રહી છે, જે યોગ્ય નથી. તેમના અનુસાર ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર પસંદૃ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સરકાર મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ હકીકતમાં દૃેશ આજે પણ યુરિયા અને ડી.એ.પી. જેવા ખાતરો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. આ મુદ્દે પણ સરકારને વધુ સ્વાવલંબન તરફ આગળ વધવાની જરૂર હોવાનું ખેડૂતો માને છે.