Jai Hind

સ્પેસ વિજ્ઞાન ટેક્નોલોજી ઉપગ્રહ નિર્માણમાં ગુજરાતની ઉડાન : ગીર ક્ષેત્રમાં ઉપગ્રહ-લોન્ચિંગ સેન્ટર સ્થાપાશે

કોડીનાર-દીવ વચ્ચે દરિયાઈ ક્ષેત્ર પાસે લોકેશન નક્કી

રાજકોટ: ગુજરાતમાં ઈન્ડીયન સ્પેસ રીસર્ચ સેન્ટર (ઈસરો) અમદાવાદ દેશના અવકાશી મીશનમાં મહત્વનું યોગદાન આપે છે તે સાથે હવે ગુજરાત આગામી દિવસોમાં ઓડીસાના શ્રીહરિકોટા માફક સ્પેસ લોન્ચીંગ સ્ટેટ પણ બની જશે અને આ ગૌરવ સૌરાષ્ટ્રને મળનાર છે. કેન્દ્ર સરકારના સહયોગથી રાજય સરકાર હવે સૌરાષ્ટ્રમાં ગીર ક્ષેત્રમાં કોડીનાર અને કેન્દ્રશાસીત પ્રદેશ દિવ વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં એક સેટલાઈટ લોન્ચીંગ મથક સ્થાપવા જઈ રહી છે. ગઈકાલે રાજય વિધાનસભામાં રાજયના વિજ્ઞાન-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ આ માહિતી આપી હતી અને ઉપગ્રહ લોન્ચીંગ- ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધા માટે યોગ્ય લોકેશન પણ નિ શ્ચિત કરી દેવામાં આવ્યુ છે. આમ શ્રી હરિકોટા બાદ દેશમાં સેટેલાઈટ લોન્ચીંગ માટે સૌરાષ્ટ્ર મથક બનશે.
પોતાના વિભાગના બજેટ અંગેની માંગણીઓ સમયે બોલતા શ્રી મોઢવાડીયાએ જણાવ્યું કે ’ઈસરો’ના વ્યાપારી એકમ નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરના સહયોગથી ઉપગ્રહ લોન્ચીંગ મથક ઉભુ કરવામાં આવી રહ્યું છે.” રાજય સરકારે ગત જ ગુજરાત સ્પેસ ટેક પોલીસી જાહેર કરી હતી અને સ્પેસ ટેકનોલોજીમાં રાજયને અગ્રેસર બનાવવા માટે આ પ્રકારે પોલીસી નિશ્ચિત કરનારને દેશનું પ્રથમ રાજય બન્યું હતું. આ ઉપરાંત રાજય સરકાર સાણંદ નજીક 100 એકરમાં ગુજરાત સ્પેસ પાર્ક પણ સ્થાપવા જઈ રહી છે. જે અહીં સ્પેસ ટેકનોલોજી કંપનીઓ માટે ઉત્પાદન સેવાનું હબ બનશે. આ ક્ષેત્રમાં નાના ઉપગ્રહ નિ માણ માટે એઝસ્ટી એરોસ્પેસ એ તેનું યુનિટ સ્થાપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે અને પાકમાં રૂા.500 કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરાશે. આ દેશની પ્રથમ ખાન ગી ક્ષેત્રની સેટેલાઈટ નિર્માણ સુવિધા હશે અને તબકકાવાર સ્પેસ ટેકનોલોજીના પુરા સ્પેરપાર્ટસ, સર્વિસ, મોનેટરીંગ વિ.ને પણ અહીંથી સપોર્ટ મળી રહેશે અને તેની સાથે સ્પેસ સાયન્સના શિક્ષણ, તાલીમ, વર્કશોપ, ડિઝાઈન, એન્જીનીયરીંગ આ તમામ ક્ષેત્રે પણ કામ થશે અને ગુજરાતનું પણ એક સ્પેસ ભવન હશે.