Jai Hind

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં ફેરફાર મુખ્યમંત્રી તા. 21ના બદલે તા. 22મીએ અમરેલી જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ કરશે


એપીએમસીમાં વિરાટ શેડ સહિત વિવિધ રૂા. 25.23 કરોડના વિકાસકામોના લોકાર્પણ

અમરેલી જિલ્લામાં આવતીકાલે શનિવારે વિવિધ વિભાગોના કુલ રૂપિયા 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર હતું. હતું પરંતુ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવના કાર્યક્રમમાં ફેરફાર થતાં તે બધાં કાર્યક્રમ ફરી એક વખત તા. 22 રવિવારના રોજ કરવામાં આવશે.
આગામી રવિવારે 22 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના કુલ રૂપિયા 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ઊર્જા તથા માર્ગ સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે.
આ અવસર એપીએમસી અમરેલી ખાતે મુખ્યમંત્રી એક વિશાળ જનસભાને સંબોધશે. આ લોકાર્પણના કાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂપિયા 1.20 કરોડના એક કામ, શિક્ષણ વિભાગ હસ્તક રૂપિયા 6.46 કરોડના પાંચ કામો, આરોગ્ય વિભાગ હસ્તક રૂપિયા 1.52 કરોડના એક કામ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હસ્તક રૂ. 4.05 કરોડના બે કામો તેમજ સહકાર વિભાગ (અઙખઈ) હસ્તક રૂપિયા 12.00 કરોડના એક કામનો સમાવેશ થાય છે.
અમરેલી અઙખઈ ખાતે રપિયા 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનું લોકાર્પણ થશે. જ્યારે માર્ગ મકાન પંચાયત હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરાથી ખોડીયાર મંદિર સુધી રૂપિયા 1.20 કરોડના ખર્ચે નિર્મિત રોડનું લોકાર્પણ થશે.
અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે રૂપિયા 1.12 કરોડના ખર્ચે નિર્મિત મોંઘી બા ક્ધયા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે રૂપિયા 1.09 કરોડ ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળા, રાજુલા તાલુકા ડોળિયા ખાતે રૂપિયા 1.06 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂપિયા 1.47 કરોડના ખર્ચે નિર્મિત માઘ્યમિક શાળાનું, સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂપિયા 1.72 કરોડના ખર્ચે નિર્મિત માધ્યમિક શાળાનું લોકાર્પણ થશે. જ્યારે સાવર કુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂપિયા 1.52 કરોડ ખર્ચે નિર્મિત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થશે.
ઙૠટઈક દ્વારા અમરેલી વર્તુળ કચેરી દ્વારા રૂપિયા 2.69 કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલીની 2 વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રપિયા 1.73 કરોડના ખર્ચે નિર્મિત કચેરીનું લોકાર્પણ થશે.
આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે તથા જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.