કલબલ કલબલિયા’ના સૂર ગુંજ્યા નડિયાદમાં; સી.આર.સી. બહાદુરસિંહ વાળાનું ઇનોવેશન રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ફેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકાના એક શિક્ષકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિશિષ્ટ પ્રયોગ કરી શિક્ષણ જગતમાં નવી રાહ ચીંધી છે. જીસીઈઆરટી (GCERT) ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ, ખેડા દ્વારા આયોજિત 11માં રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં આ નવીન પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો.મેંદરડા તાલુકાના આલીધ્રા ક્લસ્ટરના સી.આર.સી.બહાદુર સિંહ વાળા એ પોતાના સ્વરચિત બાળ કાવ્યસંગ્રહ “કલબલ કલબલિયા” ના ગીતોને અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ના માધ્યમથી એનિમેશનમાં પરિવર્તિત કર્યા છે. આ એનિમેટેડ વિડિયોઝ દ્વારા બાળકોને ભાષા શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ અત્યંત રસપ્રદ રીતે પીરસવામાં આવે છે.નડિયાદ મુકામે યોજાયેલા આ ફેરમાં સમગ્ર રાજ્યમાંથી ઝોન કક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવેલી કુલ 40 શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી પ્રિપેરેટરી વિભાગમાં પ્રથમ ક્રમ મેળવી બહાદુરસિંહ વાળાએ રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા ના દર્શન કરાવ્યા હતા.ડિજિટલ પહોંચ: આ પ્રયોગ દ્વારા તેઓ અત્યાર સુધીમાં ગુજરાતના આશરે 60,000 જેટલા બાળકો સુધી પોતાના શૈક્ષણિક વિચારો અને ગીતો પહોંચાડવામાં સફળ રહ્યા છે.મહાનુભવોની મુલાકાત: પ્રદર્શન દરમિયાન જીસીઈઆરટીના સચિવ ડુમરાળિયા સહિત અનેક શિક્ષણવિદોએ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા ઇનોવેશનથી બાળકોમાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધશે.