ગુજરાત સમાન નાગરિક સંહિતા ૨૦૨૬ વિધેયક વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર
રાજ્યની બહેનો, માતાઓને ભુપેન્દ્ર‘દૃાદૃા’ની મોટી ભેટ..!!
સાડા સાત કલાક ચર્ચાને અંતે વિધેયકને ધ્વનિ મતથી પસાર કરાયું : કોંગ્રેસનો વૉકઆઉટ
આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સમાન નાગરિક સંહિતા ૨૦૨૬ વિધેયક વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે વિધાનસભા ગૃહમાં સાડા સાત કલાક જેટલી ચર્ચા સાથે યુસીસી બિલને રાતે અંદૃાજે સાડા દૃસ કલાકે વિધાનસભામાં ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ યુસીસી વિધેયક પસાર કરનારૂ ગુજરાત દૃેશનું બીજું રાજ્ય બની ગયું છે.
આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સમાન નાગરિક સંહિતા ૨૦૨૬ વિધેયક રજુ કર્યુ હતું. આ વિધેયક પર શાસક પક્ષ અને વિપક્ષ સહિતના ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. કોંગ્રેસ પક્ષનું વલણ વિધેયકને ઉતાવળે રજૂ કરાયું છે, હજુ ઘણી બાબતો અંગે વધુ સારું સંશોધન થઇ શક્યું હોત તેથી વિધેયકને પ્રવર સમિતિને સોંપવું જોઈએ. જોકે આ વલણ સામે શાસક પક્ષના સભ્યોએ આ વિધેયકને ઐતિહાસિક ગણાવવા સાથે મહિલાઓને સમાન અધિકાર અને સામાન ન્યાય અપાવનારું હોવાની દૃલીલો રજુ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ’સમાન નાગરિક સંહિતા’ બિલ ૨૦૨૬ રજૂ કરાયું હતું, લાંબી ચર્ચા બાદૃ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ ેંઝ્રઝ્ર બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદૃ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ’ગુજરાત બિલ નંબર ૧૭ ઑફઋ ૨૦૨૬’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદૃાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માંગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદૃ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદૃ તે કાયદૃાનું રૂપ ધારણ કરશે.
મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ સમગ્ર ચર્ચા દૃરમિયાન હલાલા પ્રથા, શાહબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન તથા શ્રદ્ધા વોલ્કર કેસના પણ ઉલ્લેખ થયા હતા.
ગુજરાત અન્ો દૃેશ માટે આ ઐતિહાસિક ક્ષણ:મુખ્યમંત્રી
રાજ્યના સૌ જન પ્રતિનિધિઓ અન્ો નાગરિકોન્ો અભિનંદૃન પાઠવ્યા
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ટ્વિટ કરીન્ો જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર થવા બદૃલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદૃન પાઠવું છું. ગુજરાત અને દૃેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત યુસીસી લાગુ કરનારૂ દૃેશનું બીજું રાજ્ય બન્યું છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દૃત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદૃાયો માટે સમાન કાયદૃાકીય માળખું અમલમાં આવશે.
તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ર્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુઢ બનશે.
સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદૃાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દૃેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ યુસીસી અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
મને વિશ્ર્વાસ છે કે, યુસીસી લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદૃાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ આપેલા વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું.