કટોકટી વચ્ચે સરકાર દ્વારા હાલ 10 ટકા જ ફાળવવામાં આવતો હતો : વાણિજય યુનિટોને રાહત
ખાડી યુધ્ધના પગલે ગુજરાતમાં હાલ પ્રવર્તી રહેલી પેટ્રોલ-ડીઝલના સંકટને નિવારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાયો છે. તથા શહેરી વિસ્તારોમાં પીએનજીને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શીયલ એલપીજીની ફાળવણી વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે અને સરકાર દ્વારા રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થા વગેરે જેવા કોમર્શીયલ સીલીન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને પીએનજી કનેકશનમાં તબદિલ કરવાની બાબતને પણ પ્રાથમિકતા આપવાનું નકકી કરેલ છે.
ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ સાથે મળેલી બેઠકમાં એલપીજીની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને રાખી ફાળવણીમાં વધારો કરવા નિર્ણય કરાયો હતો. જેમાં ફિશરીઝ ઈન્ડસ્ટ્રીને તત્કાલ સ્થિતિમાં 10 ટકાથી વધારી 25 ટકા ફાળવણી કરાશે તથા રેસ્ટોરન્ટ ધાબાને સેમી ઈન્સ્ટન્ટ પરિસ્થિતિમાં હવે 10માંથી 25 ટકા વધુ ફાળવણી કરાશે.
આ ઉપરાંત હોટલોને પણ 10થી વધારી 25 ટકા કોર્પોરેટ કેન્ટીનને પણ 10થી વધારી 25 ટકા ઈન્ડસ્ટ્રીયલ કેન્ટીનને પણ 25 ટકા તેમજ કોર્પોરેટ ગેસ્ટ હાઉસને પણ 10થી વધારી 25 ટકા અને ફૂડ પ્રોસેસીંગ યુનીટને પણ 10થી વધારી 25 ટકા એલપીજીની ફાળવણી કરવામાં આવશે.
જયારે રાજયના દરેક જીલ્લામાં અગત્યના એક એમએસએમઈ સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરે છે તેની ઓળખ કરી તેઓને 10 ટકાની મર્યાદામાં કોમર્શીયલ એલપીજી અપાશે.
જયારે અગાઉ નિયત થયેલ કોમર્શીયલ એલપીજીની ફાળવણી કે જેમાં હોસ્પિટલ માટે 100 શૈક્ષણિક સંસ્થાઓ માટે 100 ટકા અને ફાર્માસ્યુટીકલ્સ ઈન્ડ. માટે 70 ટકા સિડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી માટે પણ 70 ટકા અને એરલાઈન તથા રેલ્વે કેન્ટીન માટે 70 ટકા ફાળવણી યથાવત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સીલીન્ડર અને પીએનજી બન્ને જોડાણ ધરાવતા ગ્રાહકોને સીલીન્ડર પરત કરી દેવાની અગાઉ સુચના આપી જ હતી. ઔદ્યોગિક સ્થળોએ પીએનજી નેટવર્ક હોય તો તાત્કાલીક ઉદ્યોગોને પાઈપલાઈન જોડાણ આપવાની પણ જાહેરાત કરી હતી. રાજય સરકાર દ્વારા આવતા દિવસોમાં ગેસ પાઈપલાઈનનું નેટવર્ક પણ વધારવામાં આવનાર છે.