Jai Hind

ખેડૂતો માટે ‘આઇ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લુ મુકાશે

કૃષિમંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂત અને પશુપાલક મિત્રો વિવિધ કૃષિ અને પશુપાલનલક્ષી સહાય યોજનાઓનો લાભ લઇ શકે ત્ો માટે આગામી તા.૨૭ માર્ચથી એક મહિના સુધી એટલે કે, તા.૨૬ એપ્રિલ, ૨૦૨૬ સુધી ‘આઇ-ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૭ માર્ચથી રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના ૪૨ ઘટકો, બાગાયત ખાતાના ૯૪ ઘટકો અને પશુપાલન ખાતાના ૧૨ ઘટકોન્ો મળી કુલ ૧૪૮ ઘટકો હેઠલ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે.