Jai Hind

મધ્યાહન ભોજન યોજનાના મેનુમાં બદલાવ, સપ્તાહમાં બે વાર પૌવા અપાશે

સુખડીની વ્યાખ્યા બદલી મિલેટ સુખડી આપવા નિર્ણય: પ્રોટીન, વિટામીન અને મિનરલ્સથી ભરપુર આહાર મળશે

ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડશે. વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે આ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે અને દેશી અનાજોને પ્રોત્સાહન મળશે. સરકારના આ નિર્ણયને આરોગ્ય અને પોષણના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના બાળકોને માત્ર પેટ ભરવાનું નહી, પરંતુ પોષણયુકત અને સ્વસ્થ ખોરાક પણ મળશે. ગુજરાત રાજયમાં મઘ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં શરુ થઇ છે. મઘ્યાહન ભોજન યોજનામાં રાજય સરકારનો રપ ટકા તથા કેન્દ્ર સરકારનો 75 ટકા હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનીક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલીત પ્રાથમીક તેમજ ઉચ્ચ પ્રાથમીક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મઘ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.