દ્વારકા ખાતે ડી.એલ.એસ.એ. દ્વારા દ્વારકાધીશ મંદિરમાં લીગલ હેલ્પ ડેસ્ક છેલ્લા આશરે અઢી વર્ષથી કાર્યરત છે. અહીં મંદિરમાં આવતા દર્શનાર્થીને લીગલ એવરનેસ અંગેની વિવિધ મદદ પૂરી પાડવામાં આવે છે.
આ લીગલ હેલ્પ ડેસ્કની મુલાકાત તાજેતરમાં રાજ્યની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલ દ્વારા લેવામાં આવી હતી. તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી કાનૂની જાગૃતિના સંદર્ભમાં કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમના દ્વારા ડી.એલ.એસ.એ.માં ફરજ બજાવતા પી.એલ.વી. સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી, તેમના દ્વારા કાનૂની સેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી જુદી જુદી કામગીરી બાબતે તલસ્પર્શી માહિતી મેળવી હતી.
ડી.એલ.એસ.એ. દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લામાં કાનૂની સેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી જુદી જુદી કાર્યવાહીથી વાકેફ થઈ ડી.એલ.એસ.એ.ના ચેરમેન અને સેક્રેટરીની નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરી હતી. ઉપરાંત જિલ્લાના કલેક્ટર આર.એમ. તન્નાએ ડી.એલ.એસ.એ. કઈ રીતે જુદા જુદા સરકારી વિભાગો સાથે પરફેક્ટ સંકલન સાધી પ્રો એક્ટિવ કામગીરી કરવામાં આવે છે તે અંગે માહિતગાર કર્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર ડી.એલ.એસ.એ.ની કામગીરીમાં પ્રો-એક્ટિવલી કામગીરી કરે છે તેવું જણાવ્યું હતું.