Jai Hind

નાયરાએ સમગ્ર દૃેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

પેટ્રોલમાં લીટરે ૫ રૂપિયા, ડીઝલમાં ૩નો વધારો

ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. નાયરાના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે.
નાયરાએ પેટ્રોલમાં લીટરે ૫ રૂપિયા, ડીઝલમાં લીટરે ૩ રૂપિયાનો વધારો કરાયો છે. નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલનો ભાવ રૂ.૯૯.૬૫, ડીઝલનો ભાવ રૂ.૯૩.૦૭ છે. હજુ અન્ય ઓઈલ કંપનીએ ભાવમાં વધારો કર્યો નથી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઉર્જા િંચતાઓને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ધીમે ધીમે વધારો થયો છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ બંધ હોવાના કારણે ઈંધણની સપ્લાય થઈ રહી નથી. તે સિવાય અમેરિકા ઈરાનના ઊર્જા ફેસિલિટી પર હુમલાઓ કરી રહૃાું છે જેના કારણે વૈશ્ર્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઈંધણની અછતની િંચતાઓ વચ્ચે ભારતના ઘણા રાજ્યોમાં લોકો તેમના વાહનોમાં ઇંધણ ભરવા માટે પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી રહૃાા છે.
જ્યારે ન્ઁય્ કટોકટીને કારણે ફિિંલગ સ્ટેશનો અને ડેપોની બહાર લાંબી કતારો પણ જોવા મળી છે. નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવની દ્રષ્ટિએ સૌથી વધુ ભાવ હૈદૃરાબાદૃમાં નોંધાઈ રહૃાા છે જ્યાં ગુરુવાર સુધીમાં પ્રતિ લિટર રૂ.૧૦૭.૪૬નો ભાવ હતો. મુંબઈ અને કોલકાતા જેવા અન્ય શહેરોમાં પણ ભાવ રૂ.૧૦૦ પ્રતિ લિટરથી ઉપર હતા.
સરકારે ખાતરી આપી હતી કે દૃેશ ઇંધણની અછતનો સામનો કરી રહૃાો નથી છતાં બુધવારે સોશિયલ મીડિયા પર ઇંધણની અછતના અહેવાલો વચ્ચે આસામના ઘણા ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની પેનિક થઈને ખરીદૃી કરી રહૃાા હોવાના અહેવાલો આવ્યા હતા.