વિચાર, સંવાદ અને સામૂહિક ઉદ્દેશને સમર્પિત એક વિશેષ સાંજ તા. 14મી માર્ચ 2026, શનિવાર ના રોજ રાજકોટના રેડ ક્રોસ ઑડિટોરિયમમાં શહેરભરના શિક્ષકોને ઉત્તમ શાળાઓના નિર્માણ અંગે ચર્ચા કરવા એકત્રિત કર્યા. આ સત્રનું સંચાલન લેખિકા અને શિક્ષણવિદ્ ઈશા કક્કડ લાખાણીદ્વારા કરવામાં આવ્યું, જેઓનું પુસ્તક The Better School: A Guide to Excellence in Education શિક્ષણ નેતૃત્વ અને અર્થપૂર્ણ શૈક્ષણિક પરિસ્થિતિઓ વિશે વિચારો રજૂ કરે છે.
તેમની સાથે સંવાદમાં જોડાયા હતા વરિષ્ઠ શિક્ષણવિદ્- રાજકુમાર કોલેજ ના ભૂતપૂર્વ ડિરેક્ટર શ્રી અયાઝ ખાન બાબી. રેડ ક્રોસ ઑડિટોરિયમ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજકોટની ઈંઇ, ઈઇજઊ, ઈંઈજઊ અને ગુજરાત બોર્ડની શાળાઓના શિક્ષકો એકત્રિત થયા હતા. આજના પરિવર્તનશીલ શિક્ષણ પરિસ્થિતિમાં ઉત્તમ શાળાઓનું નિર્માણ ખરેખર શું અર્થ ધરાવે છે તે અંગે અહીં વિચારવિમર્શ કરવામાં આવ્યો. માત્ર નીતિઓ અથવા પ્રશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે, આ સાંજે શાળાશિક્ષણના ઊંડા તત્ત્વચિંતન પર ચર્ચા થઈ – શું શાળાઓ માત્ર સુવ્યવસ્થિત સંસ્થાઓ તરીકે કાર્ય કરવી જોઈએ કે પછી તેમને જીવંત અને સજીવ પરિસ્થિતિઓ તરીકે વિકસાવવી જોઈએ, જ્યાં સંબંધો, જિજ્ઞાસા અને સમુદાયની ભાવના વિકસે.
ચર્ચા દરમિયાન ઈશાએ ખાન સાહેબને તેમના વર્ષો સુધીના શાળાઓના નેતૃત્વ અને સંસ્થાગત સંસ્કૃતિ ઘડવાના અનુભવ વિશે વિચાર વહેંચવા આમંત્રિત કર્યા. ખાન સાહેબે જણાવ્યું કે તેમની કાર્યપદ્ધતિ કોઈ કઠોર માળખા અથવા મેનેજમેન્ટ મોડેલો પરથી ઉભી થઈ નહોતી, પરંતુ લોકો અને પરિસ્થિતિઓને સમજવાની સ્વાભાવિક અને આંતરિક રીતમાંથી વિકસેલી હતી.