Jai Hind

વારસાઇ સંબધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રીનો નિર્ણય

પરિવારના સભ્યો વચ્ચે મિલકતોની વહેંચણીની સરળતા થતા વિવાદૃ અન્ો કોર્ટ કેસમાં ઘટાડો થશે

જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઇમાં રાહત આપીન્ો રૂા.૩૦૦ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂતો અન્ો પ્રજા હિતકારી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદૃારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઇઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો ત્ોમણે સકારાત્મક પ્રતિસાદૃ આપીન્ો આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારન્ો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ખેતીની જમીન અંગ્ોના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઇમાંથી રાહત આપીન્ો રૂપિયા ૩૦૦ ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ મહત્વપ્ાૂર્ણ નિર્ણય અનુસાર વારસાઇની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદૃારો પ્ૌકીના કોઇ એક અથવા વધુ વારસો (મરણ જનાર મુળ ખાત્ોદૃારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદૃારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાંં હક્ક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક્ક ઉઠાવવા/ કમીના લેખ પર રૂા.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.જો સીધીલીટીના વારસો હયાત હોય તો ત્ો પ્ૌકીના યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દૃાખલ કરવાના કિસ્સામાં, સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પ્ૌકીના એક યા વધુ વારસો ના નામ દૃાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હક્ક દૃાખલના લેખ પર રૂા.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસ્ાૂલ કરવામાં આવશે.
આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઇ કરવામાં આવી છે ત્ોમાં જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદૃારોની તરફેણાં એક અથવા વધુ તબક્કાઓમાં હક્ક ઉઠાવવો, હયાતીમાં નામ/ હક્ક દૃાખલ કરવા તથા વહેંચણી અંગ્ો, ઉકત દૃર્શાવેલ પ્રત્યેક તબદૃીલી લેખ રૂા.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.