ભારતની સૌથી વિશ્વસનીય બેબી કેર બ્રાન્ડ્સ પૈકીની એક અને બાળકોની પ્રિય હિમાલયા બેબીકેરે તાજેતરમાં ગુજરાતમાં બે હેલ્થી બેબી કોન્ટેસ્ટ્સનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં 550થી વધુ બાળકો અને તેમની માતાઓએ ભાગ લીધો હતો. આ પહેલનો હેતુ નવજાત શિશુઓના આરોગ્ય, સ્વચ્છતા તથા એકંદરે વિકાસ અંગે જાગૃતિ લાવવાનો હતો. આઉપરાંત કાર્યક્રમમાં માતા-પિતા, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સામુદાયિક સંસ્થાઓને સાથે લાવીને તંદુરસ્ત વૃદ્ધિના સીમાચિહ્નોની ઉજવણી કરવામાં આવી હતી અને માહિતીસભર પેરેન્િંટગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
પ્રથમ કાર્યક્રમ જેતપુરમાં નારી શક્તિ વિકાસ મંડળ સાથેના સહયોગમાં યોજાયો હતો. આ સંસ્થા આ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકોના કલ્યાણ માટે વિવિધ સામાજિક કાર્યો કરે છે. સ્પર્ધામાં 350થી વધુ બાળકો અને તેમની માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પગલે પરિવારોને બાળકોની સંભાળ પર કેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે એક પ્લેટફોર્મ મળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોનું એકંદરે સ્વાસ્થ્ય, તેમની સક્રિયતાના સ્તર તથા વિકાસ સંબંધિત પરિમાણો સહિતના વિવિધ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નિવાસ વારુ (પ્રથમ સ્થાન), પ્રિશા પારધી (બીજું સ્થાન) અને ગોપી વઘાસિયા (ત્રીજું સ્થાન) આ સ્પર્ધાના વિજેતા રહ્યા હતા.