Jai Hind

પ્રધાનમંત્રી દ્વારા વાવ-થરાદૃ ખાતે રૂા.૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો જનતાને સમર્પિત

પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહૃાો છે:મોદૃી

‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પન્ો સાકાર કરવાના ઉમદૃા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે સરહદૃી વિસ્તાર વાવ-થરાદૃ ખાત્ોથી ગુજરાતન્ો રૂા.૧૯,૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરી હતી આ પ્રસંગ્ો ઉપસ્થિત જંગી જનમેદૃનીનું અભિવાદૃન ઝીલી પ્રધાનમંત્રીએ સભાન્ો સંબોધી હતી.

૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જવાબદૃારી જનતાએ મને સોંપી હતી, જે આજે પણ ‘મિશન મોડ’માં આગળ વધી રહી છે

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ઉમદૃા હેતુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ આજે સરહદૃી વિસ્તાર વાવ-થરાદૃ ખાતેથી સમગ્ર ગુજરાતને રૂા.૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. “વિરાસત, વિકાસ અને વિશ્ર્વાસ”ની આ પવિત્ર ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા.
સુરક્ષા અને વિકાસનો નવા અધ્યાયની ઐતિહાસિક સિદ્ધિ દૃર્શાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ગૌરવ સાથે જણાવ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદૃથી માત્ર ૧૩૦ કિમી દૃૂર છે, જે દૃેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિૃશા મળશે, તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દૃાયકાઓથી ફાઇલોમાં દૃબાયેલો હતો કારણ કે તત્કાલીન દિૃલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે.
ઉત્તર ગુજરાત સાથેની આત્મીય નાતાની જૂની યાદૃો અને ભૂતકાળને વાગોળતા પ્રધાનમંત્રીએ કહૃાું કે, “બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદૃો ન જોડાયેલી હોય.” જૂના કાર્યકર્તાઓને જોઈને તેમણે આનંદૃ વ્યક્ત કર્યો અને સ્વીકાર્યું કે, આ વિસ્તારના લોકોના સ્નેહ અને ’બાજરીના રોટલા-લસણની ચટણી’નો પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
ત્ોઓએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જે જવાબદૃારી જનતાએ તેમને સોંપી હતી, તેને આજે પણ ’મિશન મોડ’માં આગળ ધપાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દૃાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહૃાો હતો, તેનો હવે અંત આવ્યો છે.
તેમણે રાજ્યમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે,સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે તેમ જણાવ્યું હતું
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પાકા ઘરનું સપનું સાકાર થઇ રહૃાું છે આજે ગુજરાતમાં હજારો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે. તેમણે આ પુણ્યના ખરા હકદૃાર જનતાના એક મતને ગણાવ્યો હતો.
ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં જે દૃુકાળ અને પાણીની તંગી હતી, તેને સુજલામ સુફલામ યોજના અને નર્મદૃાના પાણી દ્વારા દૃૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવી હોવાનું તેમણે જણાવ્યું.