Jai Hind

દેશના ટોચના 3 સર્કલોમાં ગુજરાતને સ્થાન બીએસએનએલના હવે સારા દિવસો : દેવામુક્ત બન્યું : વર્ષ 2025-26માં આવક 20 હજાર કરોડ


તમામ બેન્ક લોન ઓવર ડ્રાફ્ટની ચૂકવણી કરી દેવાઈ : ટુંક સમયમાં 5ૠ સેવાનું લોન્ચિંગ

કેન્દ્ર સરકારની ટેલીકોમ કંપની બી.એસ.એન.એલ. હવે દેવમૂકત બનેલ છે. કંપનીની રોકડ આવકમાં ઉછાળો આવેલ છે. ગઈકાલે યોજાયેલ વીડીયો કોન્ફરન્સમાં બી.એસ.એન.એલના સી.એમ.ડી. રોબર્ટ જે રવિ અને ડીરેકટર્સ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારના રિવાઈવલ પેકેજ (પુનરૂત્થાન યોજના) અને વ્યુહાત્મક નાણાકીય વ્યવસ્થાપનને કારણે બી.એસ.એન.એલ.એ તેની તમામ બેંકલોન અને ઓવરડ્રાફટની રકમની ચૂકવણી કરી દીધી છે.લાંબા સમય બાદ આ સરકારી કંપની હવે બાહ્યદેવા વગર કાર્યરત છે. નાણાકીય વર્ષ યોજના અને વ્યૂહાત્મક નાણાકીય વ્યવસ્થાપનને કારણે, બી.એસ.એન.એલ એ તેની તમામ બેંક લોન અનેOverdraft (OD) સુવિધાઓની ચુકવણી કરી દીધી છે.
નાણાકીય વર્ષ 2025-26 માં બી.એસ.એન.એલનું કેશ કલેક્શન રૂપિયા 20,000 કરોડ ને વટાવી ગયું છે. છેલ્લા 9 વર્ષમાં આ સૌથી વધુ આંકડો છે. ગ્રાહકોના વિશ્વાસમાં વધારો અને ખાસ કરીને (ફાઈબર) સેવાઓના આક્રમક વિસ્તરણને કારણે આ સિદ્ધિ શક્ય બની છે.
ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે બી.એસ.એન.એલ હવે ’કેશ સ્પિનિંગ’ (રોકડ કમાતી) કંપની બની ગઈ છે. ચાલુ વર્ષમાં ઓપરેટિંગ પ્રોફિટ ડબલ ડિજિટમાં વધવાની અપેક્ષા છે.
આ પરિવર્તન પાછળના મુખ્ય કારણોમાં 4ૠ રોલઆઉટ- સમગ્ર ભારતમાં લગભગ 1 લાખ 4ૠ ટાવર્સ કાર્યરત થયા છે, જે હવે 5ૠ માં અપગ્રેડ થવા માટે તૈયાર છે.
ખાનગી ટેલિકોમ કંપનીઓના ટેરિફ વધારા બાદ લાખો ગ્રાહકો ઇજગક તરફ વળ્યા છે, જેનાથી રેવન્યુમાં ઉછાળો આવ્યો છે.
ગુજરાત સર્કલ હંમેશા ઇજગક માટે દેશભરમાં સૌથી વધુ નફો અને આવક આપતા સર્કલ પૈકીનું એક રહ્યું છે. ગઈકાલની કોન્ફરન્સ અને તાજેતરના અહેવાલો મુજબ ગુજરાત સર્કલની સ્થિતિ આ મુજબ છે. મજબુત બની છે. બી.એલ.એન.એલ ગુજરાત સર્કલ દ્વારા ગુજરાત સર્કલે ’દેવા-મુક્ત’ બનવાના લક્ષ્યમાં અને રૂ.20,000 કરોડના કેશ કલેક્શનમાં સિંહફાળો આપ્યો છે. ગુજરાત સર્કલ સતત ટોચના 3 સર્કલ્સમાં સ્થાન ધરાવે છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાતનું કેશ કલેક્શન અને બિલિંગ કાર્યક્ષમતા 95% થી વધુ રહી છે.
ગુજરાતમાં ’ભારત ફાઈબર’ના કનેક્શનમાં ગત વર્ષ કરતા 25% થી 30% નો વધારો નોંધાયો છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં ઇજગક ફાઈબરની માંગ ખાનગી કંપનીઓની તોલે આવી રહી છે.
હવે લોનના હપ્તા ભરવાના નથી, તેથી તે બચેલી રકમને સીધી નેટવર્ક વિસ્તરણ અને ટેકનોલોજી અપગ્રેડેશન (5ૠ રેડીનેસ) માં વાપરવા જણાવાયું છે.
ગુજરાત સર્કલ હવે ટૂંક સમયમાં 5ૠ સેવાઓના પરીક્ષણ અને લોન્ચિંગ માટે તૈયાર થઈ રહ્યું છે. ઈખઉએ ખાસ નોંધ્યું છે કે જે સર્કલનું કેશ કલેક્શન સારું છે, તેમને સંસાધનોની ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.