Jai Hind

રાજ્ય સરકારની તિજોરી છલકાઈ : સતત બીજા મહિને જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો

વર્ષ 2025-26માં રૂ. 81,410 કરોડની આવક, ગત વર્ષ કરતા 11 ટકા વધુ

ફેબ્રુઆરી બાદ સતત બીજા માસે માર્ચમાં રાજય જી.એસ.ટી. વિભાગની માસક આવકમાં 19 ટકાનો વધારો થવા પામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા ફેબ્રુઆરી-2026માં રાજયને જીએસટી હેઠળ રૂા.7598 કરોડની આવક થયેલ જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂા.6396 કરોડ કરતા 19% ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહેલ છે.
રાજયને ફેબ્રુઆરી 2026માં વેટ હેઠળ રૂા.2831 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા.905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.23 કરોડની આવક થયેલ છે. આમ, રાજય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થ કી કુલ રૂા.11358 કરોડની આવક થયેલ હતી.
જયારે માર્ચ 2026માં રાજયને જીએસટી હેઠળ રૂા.735ર કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂા.6190 કરોડ કરતા 19 વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8.8% રહેલ છે.
રાજયને માર્ચ 2026માં વેટ હેઠળ રૂા.2714 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા. 1328 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.24 કરોડની આવક થયેલ છે. આમ, રાજય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થ કી કુલ રૂા.11418 કરોડની આવક થયેલ છે.
રાજયને નાણાકીય વર્ષ 2025–26માં જીએસટી હેઠળ રૂ.81410 કરોડ આવક થયેલ છે. જે ગત વર્ષની આવક કરતા 11.1% વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ. જીએસટી આવકનો ગ્રોથ 8.3% રહેલ હતો.
રાજયને નાણાકીય વર્ષ 2025-26માં વેટ હેઠળ રૂા.32,677 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ.12,493 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.266 કરોડની આવક થયેલ છે. આમ, જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા.1,26,846 કરોડની આવક થયેલ હતી.