Jai Hind

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા અને સિનેમોન હોટેલ્સ ફિટ્સએર સાથે મળીને અમદાવાદ-કોલંબોની સીધી કનેક્ટિવિટી શરૂ કરશે

ગુજરાતથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વધારવાના ઉદ્દેશ્ય સાથે વ્યૂહાત્મક સહયોગ તરીકે સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા, સિનેમોન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ તેમજ વોકર્સ ટુર્સે અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી શેડયૂલ પેસેન્જર ફલાઇટ્સ શરૂ કરવા માટે ફિટ્સએર સાથે ભાગીદારી કરી છે. આ નવી સેવા અમદાવાદથી પ્રવાસીઓને શ્રીલંકા સુધી અસીમિત અને અનુકૂળ પહોંચ પ્રદાન કરે છે, જે દક્ષિણ એશિયાના પ્રથમ સંપૂર્ણ સંકલિત રિસોર્ટ ડેસ્ટિનેશનના અનુભવને પહેલા કરતાં વધુ સરળ બનાવે છ.
શ્રીલંકાની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન ફિટ્સએર દ્વારા સંચાલિત, અમદાવાદ-કોલંબોની સીધી સેવા સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે અને ગુજરાતથી આંતરરાષ્ટ્રીય લીઝર ટ્રાવેલની વધતી માગને પૂર્ણ કરશે. આ ઉન્નત કનેક્ટિવિટી સાથે, મુસાફરો હવે કોલંબો જવા માટે સરળતાથી આયોજન કરી શકે છે – ફક્ત સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાની જ નહીં પરંતુ સિનેમોન હોટેલ્સ અને રિસોર્ટસમાં પ્રીમિયમ રોકાણોની શ્રેણીનો પણ અનુભવ કરી શકે છે, જેમાં સિનેમોન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ, સિનેમોન ગ્રાન્ડ, સિનેમોન લેકસાઇડ અને સિનેમોન રેડનો સમાવેશ થાય છે.
મજબૂત સાંસ્કૃતિક સંબંધો, મજબૂત પ્રવાસન વેપાર નેટવર્ક અને વૈશ્વિક અનુભવો માટેની વધતી જતી ભૂખને કારણે ગુજરાત શ્રીલંકા માટે એક મુખ્ય સ્ત્રોત બજાર તરીકે ઉભરી રહ્યું છે. સીધી ફ્લાઇટ્સ શરૂ થવાથી અમદાવાદ અને કોલંબો વચ્ચે પ્રવાસનનો વિનિમય વધુ મજબૂત થવાની અપેક્ષા છે, જે શ્રીલંકાને આ પ્રદેશના સમજદાર પ્રવાસીઓ માટે ટૂંકા અંતરના વૈભવી સ્થળ તરીકે પ્રસ્થાપિત કરશે.
કોલંબોના હાર્દમાં સ્થિત, સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા મનોરંજન, આતિથ્ય અને લાઈફસ્ટાઈલના અનુભવોનું જીવંત મિશ્રણ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ ખાસ તૈયાર કરેલા હોલિડે પેકેજનો આનંદ માણી શકે છે, જેમાં સમગ્ર શ્રીલંકામાં વિવિધ સ્થળોએ પ્રવાસના આયોજનો સાથે સિનેમોન પ્રોપર્ટીઝમાં રોકાણનો સમાવેશ થાય છે, જેમાં કેન્ડીનો સાંસ્કૃતિક પ્રવાસ અને આરામદાયક બીચ ગેટવે પણ સામેલ છે.