એકનું નિધન અને એકને વધુ સારવાર માટે ઉના રિફર કરાયો
દીવ, ગાંધીપરા વિસ્તાર, હોટેલ કોહીનુર પાસે બપોરે સાડા ત્રણ કલાકે એક છકડો રીક્ષાએ અચાનક પલ્ટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ 108 દ્વારા તેમને દીવ સરકારી હોસ્પિટલ ખસેડતા, સંજયભાઈ વાસાભાઈનું નિધન થયું અને લાખાભાઈને ઉના રીફર કરેલ છે. બંને યુવાનો ઉના તાલુકાના દેલવાડાના ઝાંખરવાડાના છે. આ યુવાનો વણાંકબારા ફિશિંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા પોલીસ કેસની તપાસ કરી રહેલ છે.