દીવમાં મોટી ચાખડી, દગાચી ગામના રહેવાસી મગન ઉર્ફે બાબુભાઈ ભગવાન ઉ.વ.60નો મૃતદેહ ગળાફાંસાની હાલતમાં ઘરના પાછળના ભાગે ખેતરના એક ઝાડ સાથે મળી આવ્યો એક સપ્તાહ પહેલા વિદેશથી આવેલ બાબુભાઈ ભગવાનને ગળાફાંસા હાલતમાં કાન્નુભાઈ ભીખાએ જોતા તેમને નીચે ઉતાર્યા અને ગ્રામજનોને બોલાવી અને પોલીસને જાણ કરી પોલીસે આ મૃતદેહ સરકારી હોસ્પિટલમાં ખસેડેલ.
બાબુભાઈ ભગવાનને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર હોય એન આ પુત્ર વિરમભાઈ પણ યુ.કે. હોવાથી એન આ દુખદ ઘટનાની જાણ થતાં તે આજે દીવ આવી પહોંચ્યો એન પોલીસને જણાવ્યું કે, મારા પિતાનું મૃત્યુ થયું છે. અને મને શંકા હોય તેથી આ મૃતદેહ જૂનાગઢ પીએમ માટે મોકલવામાં આવે તેથી પોલીસે આ મૃતદેહ જૂનાગઢ ખસેડેલ છે. પોલીસનું એવું માનવું છે કે, આ આત્મહત્યા જણાય છે. પરંતુ મૃતકના પુત્રને શંકા છે કે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ સાચુ કારણ બહાર આવશે.